મુંબઈ-અમદાવાદના કોરિડોરમાં ટ્રેનનો ટ્રાવેલ ટાઈમ ઘટશે, જાણો કઈ રીતે?
મુંબઈ: પશ્ચિમ રેલવે દ્વારા ‘મિશન રફતાર પ્રોજેકટ’ પૂર્ણ કરવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ‘મિશન રફતાર પ્રોજેકટ’થી મુંબઈ અમદાવાદ દરમિયાન પ્રવાસનો સમય એક કલાકથી ઘટશે અને પ્રવાસીઓનો સમય પણ બચશે, એવી માહિતી રેલવે અધિકારીએ આપી હતી.
‘મિશન રફતાર પ્રોજેકટ’ હેઠળ મુંબઈ-સુરત-દિલ્હી અને મુંબઈ-વડોદરા-અમદાવાદ આ પટ્ટામાં ટ્રેનોની સ્પીડને કલાકના 160 કિલોમીટર કરવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે. પશ્ચિમ રેલવેના આ પ્રોજેકટ માટે રૂ. 3,959 કરોડ ખર્ચ કરવામાં આવવાનો છે, જ્યારે માર્ચ 2024 સુધીમાં પૂરો કરવાનો લક્ષ્યાંક છે, એવો અધિકારીએ દાવો કર્યો હતો.
આ પ્રોજેકટને માર્ચ 2024 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેના મુંબઈ-અમદાવાદ માર્ગમાં દોડતી વંદે ભારત, તેજસ અને શતાબ્દી એક્સ્પ્રેસ વગેરે એક્સ્પ્રેસ ટ્રેનોની ઝડપને 160 કિ.મી. પ્રતિ કલાક સુધી વધારવામાં આવશે. આ ટ્રેનની સ્પીડ કલાકના 130 કિ.મી.ની ઝડપથી દોડાવવામાં આવે છે, જે મુંબઈ અમદાવાદ વચ્ચેની ટ્રેન મુસાફરીનો ટાઈમ છ કલાકમાં પૂર્ણ થઈ શકશે.
પશ્ચિમ રેલવેના કોરિડોરમાં ‘મિશન રફતાર પ્રોજેકટ’નું કામકાજ પૂર્ણ થતાં દરેક પેસેન્જર્સ ટ્રેનોને 160 કિ.મી.ની ઝડપે દોડવાવવાનો રેલવેનો પ્રયત્ન છે. દિલ્હી-મુંબઈ (1,479 કી.મી.) અને દિલ્હી-હાવડા (1,525 કી.મી.) આ વિભાગમાં ટ્રેનનો પ્રવાસ વધુ ઝડપી બનાવવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
આ સાથે મુંબઈ-દિલ્હી રૂટમાં મુંબઈ સેન્ટ્રલથી નાગદા (694 રૂટ કી.મી.) સુધીના કુલ 1379 કિલોમીટરમાં લગભગ 50 ટકા જેટલો ક્ષેત્ર પશ્ચિમ રેલવે પ્રશાસન હેઠળ આવે છે અને બાકીના વિભાગ પશ્ચિમ મધ્ય રેલવે અને ઉત્તર રેલ્વે હેઠળ આવે છે. બાકીના રેલવે વિભાગ પણ આ કામોને માર્ચ 2024 સુધી પૂર્ણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
આ કોરિડોરમાં આવેલા બ્રિજને જીઓસેલ વડે મજબૂત કરવામાં આવ્યા છે, જેથી ટ્રેનોને 160ની ઝડપે દોડાવવી શક્ય બનશે. પશ્ચિમ રેલવે હેઠળ આવેલા 126 બ્રિજના કામકાજ પૂર્ણ થઈ ગયા છે અને બાકીના 138 બ્રિજને ફરી પુનઃસ્થાપન કરવામાં આવવાના છે. આ કુલ બ્રિજમાંથી 90 બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું છે, એવી માહિતી રેલવેના એક અધિકારીએ આપી હતી.