આમચી મુંબઈ

બોમ્બની અફવા ફેલાવનારો ટૅક્સીચાલક પકડાયો

મુંબઈ: બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) ખાતે એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી)ની ઇમારતમાં બોમ્બની અફવા ફેલાવવા પ્રકરણે ટેક્સીચાલકની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની ઓળખ બિમેશ યાદવ (૩૦) તરીકે થઇ હોઇ તે ધારાવીનો રહેવાસી છે. બીકેસી પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો દાખલ કરાયો હતો. આરોપી યાદવે સાંજે એમએમઆરડીએની નવી ઇમારતમાં બોમ્બ હોવાનું ત્યાંના સુરક્ષારક્ષકોને જણાવ્યું હતું, જેને કારણે કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો હતો. દરમિયાન આની જાણ પોલીસને જાણ કરવામાં આવતાં અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button