આમચી મુંબઈ

અંડરવર્લ્ડનો અડ્ડો ગણાતી દગડી ચાલ ગગનચુંબી ઈમારતોમાં ફેરવાશે

મુંબઈ: મુંબઈ શહેરના ઈતિહાસમાં દગડી ચાલ અને અરુણ ગવળી એકબીજા સાથે સજજડ નાતો ધરાવે છે. ૨૦૦૭માં શિવસેનાના નગરસેવકના હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા એક સમયના અંડરવર્લ્ડ ડોન અરુણ ગવળીએ નાગપુર જેલમાં આ મહિને રજાની માગણી (ફર્લો) કરી હતી જેથી તે દગડી ચાલના ૫૦ વર્ષના નવરાત્રોત્સવની ઉજવણીમાં સહભાગી થઈ શકે. દગડી ચાલ પરિસરમાં એક સમયે તેનું સામ્રાજ્ય હતું અને મુંબઈની અંડરવર્લ્ડ કહાનીમાં એ અવિભાજ્ય અંગ હતું અને આ વર્ષની નવરાત્રી દગડી ચાલની અંતિમ નવરાત્રી હશે એ વાત અરુણ ગવળી સારી પેઠે જાણે છે. આવતા મહિને ૪૦૦૦ ચોરસ મીટર પ્લોટમાંથી આવતા મહિને ૩૮૬ ભાડૂઆત તબક્કાવાર બહાર નીકળવાની શરૂઆત થશે.

દગડી ચાલમાં પોલીસ છાપો મારતી ત્યારે મહિલાઓ આડશ ઊભી કરી પોલીસને આગળ વધતી અટકાવતી અને ગવળીને ભૂગર્ભ માર્ગે નાસી છૂટવાની તક મળતી. આ સમગ્ર વિસ્તારના બાંધકામ અને અડીને આવેલી ચાર માળની ઈમારત તોડી પાડવામાં આવશે અને એની જગ્યાએ ૪૦ માળની બે ઈમારત ઊભી કરવામાં આવશે. એક ઈમારત મૂળ ભાડૂઆતોને રહેવા માટે આપવામાં આવશે જ્યારે બીજી ઈમારત બિલ્ડરના વેચાણ માટે હશે. દગડી ચાલના ડેડી તરીકે ઓળખાતા અરુણ ગવળી અને ભાડુઆતોએ ઓછી જાણીતી લિવિંગસ્ટન ઈન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ સાથે રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે હાથ મિલાવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button