મુંબઈ: મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (એમટીએચએલ) પર ફોર-વ્હીલરની સ્પીડ લિમિટ પ્રતિ કલાકે ૧૦૦ કિ.મી. રહેશે, જ્યારે મોટરસાઇકલ, રિક્ષા અને ટ્રેક્ટરને આ બ્રિજ પર મંજૂરી આપવામાં નહીં આવે, એમ પોલીસે જણાવ્યું હતું.અટલ સેતુ તરીકે ઓળખાતા એમટીએચએલનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ૧૨ જાન્યુઆરીના રોજ થશે. અધિકારીના જણાવ્યા અનુસાર કાર, ટેક્સી, હળવા વાહનો, મિનીબસ, ટૂ-એક્સેલ બસ જેવા વાહનોનીની સ્પીડ લિમિટ પ્રતિ કલાકે ૧૦૦ કિ.મી. રહેશે. (પીટીઆઇ)
