સ્પીકર શિવસેનાના જૂથોની અપાત્રતા અરજીઓ પર આજે સુનાવણી કરશે
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે બુધવારે જણાવ્યું હતું કે તેમણે શિવસેનાના બે હરીફ જૂથો દ્વારા એકબીજા સામે દાખલ કરવામાં આવેલી ગેરલાયકાતની અરજીઓ પરની આગામી સુનાવણી રીશેડ્યૂલ કરી છે અને હવે તે ગુરુવારે થશે.
નાર્વેકરે ગયા મહિને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને તેમના પુરોગામી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના બે હરીફ સેના જૂથો દ્વારા દાખલ કરવામાં આવેલી ગેરલાયકાતની અરજીઓની સુનાવણી શરૂ કરી હતી. પ્રથમ સુનાવણી ૧૪ સપ્ટેમ્બરના રોજ યોજાઈ હતી. અહીં પત્રકારો સાથે વાત કરતા વિધાનસભાના સ્પીકરે કહ્યું હતું કે, ગેરલાયકાતની અરજીઓ પર (આગલી) સુનાવણી શુક્રવારે થવાની હતી. પરંતુ મારે તે દિવસે દિલ્હીમાં જી- ૨૦ સંસદીય સ્પીકર્સ સમિટમાં હાજરી આપવાની હોવાથી , મેં સુનાવણીના સમયપત્રકને આગળ વધારીને શુક્રવારને બદલે ગુરુવારે થશે. જુલાઈમાં, સ્પીકરે શિંદેની આગેવાની હેઠળની સેનાના ૪૦ ધારાસભ્યો અને ઠાકરે જૂથના ૧૪ ધારાસભ્યોને નોટિસ પાઠવી હતી, તેમની સામેની ગેરલાયકાતની અરજીઓ પર જવાબ માંગ્યો હતો. મુખ્ય પ્રધાન શિંદે અને શિવસેના (યુબીટી) નેતા આદિત્ય ઠાકરે સહિત કુલ ૫૪ ધારાસભ્યો સામે નોટિસ જારી કરવામાં આવી છે. પરંતુ ગયા વર્ષે શિવસેનાના વિભાજન પછી ચૂંટાયેલા (ઉદ્ધવ ઠાકરે જૂથ) ધારાસભ્તુજા લટકે સામે નોટિસ જારી કરવામાં આવી ન હતી. (પીટીઆઈ)