યુવકની લાશ શોધવા પહોંચેલી SDRFની બોટ નદીમાં પલટી ગઈ, ત્રણના મોત

પુણેઃ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં ગુરુવારે એક નદીમાં બોટ પલટી જતાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ના એક સબ-ઇન્સ્પેક્ટર અને બે કોન્સ્ટેબલ ડૂબી જવાથી મોત થયા હતા. અકોલે તહસીલના સુગાવ ગામ પાસે આ ઘટના બની હતી. બુધવારે સવારે લગભગ 7.45 વાગ્યે અન્ય વ્યક્તિ સાથે પ્રવરા નદીમાં ડૂબી ગયેલા યુવકની શોધખોળ કરવા ગયેલી SDRFની બોટ પલટી જતા આ દુર્ઘટના બની હતી. સર્ચ ટીમમાં ચાર SDRF જવાનો અને એક નાગરિકનો સમાવેશ થતો હતો.
મળતી માહિતી મુજબ બે યુવકો પ્રવરા નદીમાં ડૂબી ગયા હતા. જેમાંથી એકનો મૃતદેહ ગઈકાલે મળી આવ્યો હતો, જ્યારે બીજાની શોધખોળ ચાલુ હતી. સર્ચ ઓપરેશન હાથ ધરવા માટે SDRFની ટીમને બોલાવવામાં આવી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન એસડીઆરએફના ચાર જવાનો સહિત પાંચ લોકોને લઈ જતી બોટ સવારે લગભગ 7.45 વાગ્યે નદીમાં પલટી ગઈ હતી, એમ તેમણે જણાવ્યું હતું. આ અકસ્માત બાદ ચાર જવાનોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ત્રણ જવાનોને તબીબોએ મૃત જાહેર કર્યા હતા. આ દરમિયાન એક જવાનની હાલત સ્થિર છે. કહેવામાં આવી રહ્યું છે કે બોટમાં સવાર એક નાગરિક હજુ પણ ગુમ છે. નદીમાં જોરદાર કરંટ હોવાથી તેનો મૃતદેહ મળી રહ્યો નથી.
ડેમમાંથી પાણી છોડવાને કારણે નદીમાં પાણીના વહેણની ઝડપ ખૂબ જ ઝડપી બની ગયું હતું. પાણીના જોરદાર પ્રવાહને કારણે SDRFના જવાનોની બોટ ઝડપ જાળવી શકી ન હતી અને પાણીના પ્રવાહમાં ડૂબી ગઈ હતી.