નિષ્ણાત સમિતિનો અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરાયો
જૂની પેન્શન યોજના માટે નવો વિકલ્પ
મુંબઈ: રાજ્ય સરકારી કર્મચારી માટે જૂની નિવૃત્તિવેતન યોજના જેવી છે એવી જ લાગુ ન કરવાનો અને હાલની અંશદાન યોજનામાં અમુક બાબતોનો તેમાં સમાવેશ કરીને સુધારિત યોજનાનો મધ્યમ માર્ગ સુબોધકુમાર સમિતિએ સરકારને સૂચવ્યો હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. આ સમિતિનો અહેવાલ બાબતે હવે સરકાર અને કર્મચારીઓ શી ભૂમિકા હાથ ધરશે તેના પર તમામનું લક્ષ્ય છે.
રાજ્ય સરકારી કર્મચારીઓની જૂની નિવૃત્તિવેતન યોજના લાગુ કરવા બાબતે સેવાનિવૃત્તિની વય ૫૮ પરથી ૬૦ કરવાની માગણી માટે માર્ચ મહિનામાં સાત દિવસનું રાજ્યવ્યાપી આંદોલન છેડવામાં આવ્યું હતું. એ સમયે જૂની નિવૃત્તિવેતન યોજના બાબતે સરકારે વરિષ્ઠ સનદી અધિકારી સુબોધકુમાર, કે.પી. બક્ષી અને સુધીર શ્રીવાસ્તવની સમિતિની સ્થાપના કરવામાં આવી હતી. આ સમિતિએ તેનો અહેવાલ સરકારને સુપરત કર્યો હોઇ તેમાં નિવૃત્તિવેતનનો મધ્યમ માર્ગ સૂચવ્યો હતો. આને કારણે સરકાર મોટો આર્થિક ભાર પડશે નહીં, પણ સરકારી કર્મચારીઓનું પણ સમાધાન થશે, એવી નવી યોજના સમિતિએ સૂચવી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. હાલની અંશદાન યોજના એ શેરબજારથી સંલગ્ન
હોઇ તેમાં જોખમ વધુ હોવાથી સરકારી કર્મચારીનો વિરોધ છે. આને કારણે આ યોજનામાંથી જોખમો ઓછા કરીને સરકારે વધુ જવાબદારી સ્વીકારનારા કર્મચારીઓને જૂની યોજના પ્રમાણે જ લાભ મળશે, એવી ભલામણ સમિતિએ કરી હોવાનું જાણવા મળે છે.
રાજ્ય સરકારના ૨૦૨૨-૨૩નું વેતન, નિવૃત્તિવેતન અને લોન પરનું વ્યાજ આ નિશ્ર્ચિત દાયિત્વ પરનો ખર્ચ ૪૯ ટકા થાય છે. સરકારી કર્મચારીઓને જૂની નિવૃત્તિવેતન યોજના લાગુ કરવામાં આવે તો વાર્ષિક ભાર રૂ. ૧.૧૦ લાખ કરોડથી વધુ થવાની શક્યતા છે. આ આર્થિક ભારણ વેંઢારવું શક્ય ન હોવાથી માત્ર ચૂંટણી જીતવા માટે લોકપ્રિય નિર્ણય ન લેતાં રાજ્યના હિત અંગે નિર્ણય લેવામાં આવશે, એવું નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કરીને જૂની નિવૃત્તિવેતન યોજના અમલમાં મૂકવા માટે નકારી દીધું હતું. નવી યોજનાને કારણે સરકારને પણ આર્થિક ફટકો નહીં લાગે અને કર્મચારીઓને પણ એ માન્ય થશે, એવો મધ્ય માર્ગ કાઢીને સુધારિત યોજના અમલમાં લાવવા માટે સરકારે સુબોધકુમાર સમિતિની નિમણૂક કરી હતી.
દરમિયાન સમિતિનો અહેવાલ જાહેર થયા બાદ એ અંગે ફેડરેશન ઓફ ગેઝેટેડ ઓફિસર્સ – કર્મચારી સંગઠન તેની ભૂમિકા સ્પષ્ટ કરશે. કર્મચારીઓની માગણીઓ બાબતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે બુધવારે બેઠક થઇ હતી. જેમાં સેવાનિવૃત્તિની વય ૬૦ વર્ષ કરવા બાબતે અને સેવાનિવૃત્ત થયેલા અને ૮૦ વર્ષની વય વટાવી ચૂકેલા સરકારી કર્મચારીઓને કેન્દ્ર સરકાર પ્રમાણે જ વધારાનું નિવૃત્તિવેતન આપવા બાબતે સરકાર સકારાત્મક હોઈ એ અંગે નજીકના સમયમાં જ નિર્ણય લેવાની સાક્ષી મુખ્ય પ્રધાને આપી હોવાની માહિતી સંગઠનના અધ્યક્ષ વિનોદ દેસાઈએ આપી હતી.
સુબોધકુમાર સમિતિેએ કેન્દ્ર સરકાર અને અમુક રાજ્ય સરકારે અમલમાં મૂકેલા સુધારિત અંશદાયી નિવૃત્તિવેતન યોજનાનો અભ્યાસ કરીને જ રાજ્ય માટે સુધારિત નિવૃત્તિવેતન યોજનાની ભલામણ કરી છે. રાજ્ય સરકાર કેટલો આર્થિક ભાર વેંઢારવા માટે સક્ષમ છે તેના પર સમિતિના ભલામણની અમલબજાવણી અવલંબે છે.