આમચી મુંબઈ

ગેરકાયદે બાંધકામો સામે હાઇ કોર્ટની લાલ આંખરાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો

મુંબઈ: બિલાડીના ટોપની માફક આડેધડ ફૂટી નીકળતા ગેરકાયદે બાંધકામ અંગે બોમ્બે હાઈ કોર્ટે ખેદ વ્યક્ત કર્યો હતો અને ઉમેર્યું હતું કે આ પ્રકારના બાંધકામને કોઈ અસર નહીં થાય એ વલણ બદલવાનો સમય હવે આવી ગયો છે. આ પ્રકારને ગેરકાનૂની બાંધકામ અટકાવવા અને તેનું નિરાકરણ લાવવા મહારાષ્ટ્ર સરકાર પાસે કોઈ ઉકેલ છે કે કેમ એ જાણવાનો આગ્રહ રાખ્યો હતો. ન્યાયમૂર્તિ ગૌતમ પટેલ અને કમલ ખટ્ટાની ખંડપીઠે જણાવ્યું હતું કે આ અદાલતની દેખરેખમાં આ પ્રકારના આડેધડ ગેરકાયદે બાંધકામ થવા દેવામાં નહીં આવે એ બાબત અદાલત સ્પષ્ટપણે જણાવવા માંગે છે.' ગયા મહિને ખંડપીઠે નવી મુંબઈ સ્થિત ચાર માળની ગેરકાયદે નિવાસી ઈમારતના મુદ્દાને સુઓ મોટો (જાતે નોંધ લેવી) હાથ ધર્યો હતો. એ ઈમારતના 29 ફ્લેટમાંથી 23 ફ્લેટમાં લોકો રહે છે. પાંચને તાળા લાગેલા છે જ્યારે એક ફ્લેટ ખાલી છે. એ સંદર્ભે હાઈ કોર્ટે જણાવ્યું હતું કેકુછ નહીં હોગા’ એવી હૈયાધારણ આપી 23 ફ્લેટ ધારકોને ફ્લેટ વેચી નાખવામાં આવ્યા છે અને હવે અમે `કુછ તો હોગા’ એવું વલણ અપનાવી અગાઉની પરિસ્થિતિ બદલવી પડશે. સોમવારે નવી મુંબઈના મામલાની સુનાવણી કરતી વખતે ખંડપીઠે જણાવ્યું હતું કે પરિસ્થિતિ એટલી ગંભીર છે કે બિલ્િંડગમાં વીજળી અને પાણીના જોડાણ છે પણ એ બંને ગેરકાયદે મેળવવામાં આવ્યા છે. (પીટીઆઈ)ઉ

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker