મ્હાડાના ૧૧,૦૦૦ ઘરની કિંમતો ઘટશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દરેકનું પોતાનું ઘર હોય તે માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે ત્યારે બીજી તરફ રાજ્યમાં પરવડી શકે એવા ઘરોનું નિર્માણ કરવાની જવાબદારી જેના માથે છે તે મ્હાડાના અગિયાર હજારથી વધુ ઘરો કિંમત વધુ હોવાથી વેચાઈ રહ્યા નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને મ્હાડાનાં ઘરોની કિંમતમાં ઘટાડો કરવાનો નિર્ણય રાજ્યના ગૃહનિર્માણ ખાતાના પ્રધાન અતુલ સાવેએ કહ્યું હતું.
છેલ્લા અનેક દિવસોથી મ્હાડાની લોટરીમાં લાગ્યા હોવા છતાં લોકો ઘરની ખરીદી માટે આવી રહ્યા નથી. આ બાબતને ધ્યાનમાં લીધા પછી હવે જે ઘરો વેચાયા વગરના પડી રહ્યા છે તેની કિંમતમાં ઘટાડો કરવાનો નિર્ણય મ્હાડા દ્વારા લેવામાં આવ્યો છે. વેચાયા વગર પડી રહેલા ઘરોની કિંમતની સમીક્ષા કરીને ફરીથી વેચાણ માટે મૂકવામાં આવશે. મ્હાડાના અંદાજે ૧૧ હજારથી વધુ ઘરની કિંમત ઘટવાની શક્યતા જોવાઈ રહી છે. આ ઘરોનાં વીજળીનાં બિલ, પાણી વેરો ભરવાની જવાબદારી મ્હાડા પર આવી રહી હોવાથી હવે મ્હાડા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બધાની પાછળ મ્હાડાનો ઘણો ખર્ચ થઈ રહ્યો છે, એમ પણ સાવેએ કહ્યું હતું. મ્હાડા દ્વારા પુણે, પિંપરી-ચિંચવડ, કોલ્હાપુર, સોલાપુર, સાંગલી ખાતેના મ્હાડાના વિવિધ યોજના હેઠળ બાંધવામાં આવેલા ૫,૮૬૩ ઘરની લોટરી ૨૪ નવેમ્બરે થવાની હતી, પરંતુ તેને મોકુફ રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મ્હાડાના ખાલી પડેલા ઘરની સાથે આ લોટરીને કશો સંબંધ નથી, આ લોટરી મોકૂફ રાખવા પાછળ પ્રશાસકીય કારણ છે એમ પણ સાવેએ કહ્યું હતું. ઉ