આમચી મુંબઈ

નવી મુંબઈ મેટ્રોનું ઉદ્ઘાટન આખરે ૨૬ ઓક્ટોબરે વડા પ્રધાનના હસ્તે

મુંબઈ: નવી મુંબઈની બહુ ચર્ચિત મેટ્રો રેલવેનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ૨૬ ઓક્ટોબરના કરવામાં આવશે. જો કે, આ અગાઉ ૧૪ થી ૧૭ ઓક્ટોબર વચ્ચે ઉદ્ઘાટન કરવાની ચર્ચા ચાલી રહી હતી.

વડા પ્રધાન મોદી મહિલા સશક્તિકરણ કાર્યક્રમ માટે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના સ્થળની સીધી મુલાકાત લેશે. આ સાથે તેઓ મેટ્રો રેલવેનું ઉદ્ઘાટન કરશે અને તે સમયે મેટ્રોમાં મુસાફરી કરશે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. જોકે, સરકારી વહીવટ તંત્રના અધિકારીઓએ આ નવી તારીખ વિશે કોઈ પુષ્ટિ કરીને આપી નથી. પરંતુ, રાજ્ય સરકારે સત્તાવાળાઓને આ તારીખ નિશ્ર્ચિત માની આયોજન કરવાનો આદેશ આપ્યો હોવાના અહેવાલ છે.

નવી મુંબઈ મેટ્રો રેલ બેલાપુરથી પેંઢાર રૂટ પર દોડશે. આ રેલવેનું કામ છેલ્લા દસ વર્ષથી શરૂ થયું હતું. આ પ્રોજેક્ટ પાછળ, ૩૦૬૩ કરોડનો ખર્ચ થવાનો હતો જેમાંથી આ મેટ્રો માટે રૂ.૨૯૫૪ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. અંદાજે ૯૮,૦૦૦ મુસાફરને આ સેવાનો લાભ મળશે. આ પ્રોજેક્ટનું નામ નવી મુંબઈ મેટ્રો હોવા છતાં વાસ્તવમાં બેલાપુર, ખારઘર કોલોની, તલોજા કોલોનીના મુસાફરોને આ સેવાના સૌથી વધુ ફાયદો થશે. મુસાફરો ૧૦ થી ૪૦ રૂપિયામાં આ મેટ્રોમાં મુસાફરી કરી શકશે. આ સેવાને કારણે ખારઘરના રહેવાસીઓનું છેલ્લા પાંચ વર્ષથી જોવાતું સપનું સાકાર થશે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button