પાલિકા જાન્યુઆરીના અંત સુધીમાં સુધારિત પ્રોપર્ટી ટેક્સ બિલ મોકલશે
મુંબઈ: બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે જાન્યુઆરીના અંત સુધીમાં કરદાતાઓને, ગયા વર્ષે ડિસેમ્બરમાં ભૂલથી વસૂલવામાં આવેલા ૧૫-૨૦ ટકા વધારાને બાદ કરતાં સુધારેલા પ્રોવિઝનલ પ્રોપર્ટી ટેક્સ બિલ મોકલશે.
ડિસેમ્બરમાં, બીએમસી એ ૨૦ ટકા વધારા સાથે સુરક્ષા/એડ-હોક બિલ જારી કર્યા હતા, જે નાગરિકો પર વધારાનો બોજ નાખતા હતા . આ મામલો ભૂતપૂર્વ કોર્પોરેટર આસિફ ઝકરિયા દ્વારા સિવિક ચીફ ઈકબાલ સિંહ ચહલ સામે ઉઠાવવામાં આવ્યો હતો . બીએમસીના પહેલાના કર આકારણીમાં કાનૂની જટિલતાઓને કારણે બીલ નવ મહિના માટે વિલંબિત થયા હતા. સંયુક્ત મ્યુનિસિપલ કમિશનર સુનિલ ધમાણેએ જણાવ્યું હતું કે સુધારેલા બિલ આ અઠવાડિયે જારી કરવામાં આવશે અને તે ખાતામાં જમા કરવામાં આવશે, અને ભવિષ્યમાં બિલોમાં એડજસ્ટ કરવામાં આવશે.
ઝકરિયાએ ઉમેર્યું હતું કે , સિસ્ટમ ગયા વર્ષના દર પ્રમાણે નવા બિલ જનરેટ કરી રહી છે. તેઓએ તમામ બિલો પાછા ખેંચી લીધા છે જે સુધારેલા દરો મુજબ હતા. બેક ઓફિસ દ્વારા ઓનલાઈન સિસ્ટમનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. બીએમસી સાથે ઓટો-ડેબિટ ઇસીએસ ધરાવતા લોકોને જ અસર થઈ હતી અને તેમના પર ચાર્જ લેવામાં આવ્યો હતો. તેઓએ અમારી પાસેથી રસીદો પાછી લઈ લીધી છે અને તેને અન્ય બિલો સાથે એડજસ્ટ કરશે. ઝકરિયાએ સમજાવ્યું, બીએમસી એ ખોટી રીતે નાગરિકોને સંપૂર્ણ રકમ ચૂકવવા દબાણ કર્યું છે. કરદાતાઓ કોર્પોરેશન દ્વારા ઘડવામાં આવનાર નવા નિયમની રાહ જોઈ રહ્યા હતા પરંતુ આઘાતજનક રીતે, તેઓને ૨૦૨૨-૨૦૨૩ના બિલની સરખામણીમાં ૧૫ ટકા થી ૨૦ ટકાના વધારા સાથે બિલ પ્રાપ્ત થયા જેમાં બિલમાં ફૂટનોટમાં જણાવવામાં આવ્યું હતું કે બીલ બનાવવામાં આવી રહ્યા છે. અંતિમ નીતિ સુધી સુરક્ષા/એડ-હોક ધોરણે જારી કરવામાં આવે છે. તે નાગરિકો પર વધારાનો બોજ નાખે છે, તેથી બીએમસી એ આ અઠવાડિયા સુધીમાં નવા બિલ જારી કરવા જોઈએ.