પશ્ચિમ ઉપનગરના ૫૦થી વધુ પુલો તથા સ્કાયવૉકનું પાલિકા કરશે સમારકામ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા હાલ મુંબઈમાં અનેક પુલોના સમારકામ કરવામાં આવી રહ્યા છે, જેમાં હવે પશ્ચિમ ઉપનગરમાં અંધેરી, મલાડ અને ગોરેગામ જેવા વિસ્તારમાં આવેલા ૫૦થી વધુ ફ્લાયઓવર, ફૂટ ઓવર બ્રિજ અને સ્કાયવૉકના સમારકામ કરવામાં આવવાના છે.
મુંબઈના તમામ પુલના સર્વેક્ષણ કરવામાં આવ્યા છે અને પશ્ર્ચિમ ઉપનગરમાં આવેલા પુલના સર્વેક્ષણ માટે નીમવામાં આવેલા ક્ધસલ્ટીંગ ફર્મે આપેલા અહેવાલ મુજબ મલાડ, ગોરેગામ, વિલેપાર્લે, અંધેરી અને જોગેશ્ર્વરી પશ્ચિમ જેવા વિસ્તારમાં આવેલા પુલના મોટા અને નાના કામ કરવામાં આવવાના છે. આ કામ માટે પાલિકાએ ખાનગી કૉન્ટ્રેક્ટરને કામ સોંપ્યું હોઈ તમામ પુલના સમારકામ
પાછળ જુદા જુદા કર સહિત લગભગ ૪૧ કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવવાનો છે.
પાલિકાના પુલ ખાતાના જણાવ્યા મુજબ ગોરેગામમાં ચિંચોલી ફાટક પાસેનો ફૂટઓવર બ્રિજ, ચુરલીવાલી પૂલ, ગોરેગામનો સ્કાયવોક, ગોરેગામ દક્ષિણમાં ફૂટઓવર બ્રિજ, ગોરેગામ સબ-વે, જવાહર નગર ફૂટઓવર બ્રિજ, મૃણાલતાઈ ગોરે આરઓબી, એમટીએનએલ ફ્લાયઓવર, વિભોર સ્કૂલ પૂલ, ઓશીવારા નાળું (એસ.વી.રોડ), પિરામલ નાળા પરનો પુલ (પિરામલ નગર), સેન્ટ થોમસ નાળું-પૂલ, વીર સાવરકર ફ્લાયરઓવર, વાલભટ નાળુ (સોનાવાલા લેન), વાલભટ નાળું (આયબી પટેલ લેન) પૂલ, વાલભટ નાળા (મહાનગર ગેસ) પૂલ, વાલભટ નાળું (ફિલ્મસિટી રોડ) પૂલસ વાલભટ નાળું (કૃષ્ણા વાટિકા) પૂલનો સમાવેશ થાય છે.
વિલેપાર્લે, અંધેરી અને જોગેશ્ર્વરી પશ્ચિમમાં અંધેરી સબ-વે, બાળાસાહેબ ઠાકરે આરઓબી, બર્ફીવાલા આરઓબી, મિલત નગર પૂલ, ઓશિવરા પૂલ (લિંક રોડ), પ્રમોદ નવલકર રોડ પૂલ, વિલેપાર્લે સ્કાયવોક, એમએમઆરડીએ પૂલ વગેરેનો સમાવેશ થાય છે.
મલાડમાં આર્થવ કોલેજ પૂલ, ગોકુળ નગર અને આનંદ નગરને જોડનારો ફૂટઓવર બ્રિજ, દાદા દાદી પાર્ક પૂલ, ધારીવલી કલ્વર્ટ, ક્રાંતીનગર પૂલ, લાલજીપાડા પૂલ, લિબર્ટી ગાર્ડન પૂલ, લવ પોઈન્ટ પૂલ, મઢ નાળું પૂલ, મલાડ ઉત્તર એફઓબી, મલાડ સબવે-એસ.વી.રોડ, મિઠી ચોકી પૂલ, રામચંદ્ર લેન નાળું પૂલ, રાણીસતી પૂલ, શિવાજી નગર (અપ્પાપાડા), શિવાજી નગર (ંંમૅપલ હાઈટ)પૂલનો સમાવેશ થાય છે.