પાલિકા હવે બગીચાને ખાનગી હાથમાં નહીં આપે
નવી ઓપન સ્પેસ પોલિસીમાં માત્ર રમતગમત અને મનોરંજનના મેદાનનો સમાવેશ કરવામાં આવ્યો
મુંબઈ: નવી ઓપન સ્પેસ પોલિસીને લઈને વિવાદોમાં ફસાયેલી પાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે મુંબઈમાં આવેલા ૩૬૪ બગીચા તેમાં સામેલ નથી. આ પોલિસી માત્ર રિક્રિએશન ગ્રાઉન્ડ્સ (આરજી) અને પ્લે ગ્રાઉન્ડ્સ (પીજી)ને આવરી લે છે, જે તેમની સંપૂર્ણ ક્ષમતામાં વિકસાવવામાં આવ્યા નથી. આ દત્તક લેવાના આધારે ખાનગી સંસ્થાઓને આપવામાં આવશે. આ માહિતી ડેપ્યુટી કમિશનર (ગાર્ડન વિભાગ) કિશોર ગાંધીએ આપી હતી. ગાંધીએ કહ્યું કે પાલિકા પાસે કુલ ૧૧૦૯ ખુલ્લી જગ્યાઓ છે. તેમાંથી માત્ર રમતગમતના મેદાનો અને મનોરંજનના મેદાનોને જ દત્તક લેવામાં આવશે જે સંપૂર્ણ રીતે વિકસિત નથી. આમાં ૩૪૬ બગીચાનો સમાવેશ થતો નથી.
સામાજિક કાર્યકરો અને મુંબઈગરોએ આશંકા વ્યક્ત કરી છે કે નવી ઓપન સ્પેસ નીતિ હેઠળ, પાલિકા ઘણી ખુલ્લી જગ્યાઓ, જેમાં મનોરંજનના મેદાનો અને બગીચાઓનું બમણું અનામત છે, એ ખાનગી સંસ્થાઓને સોંપશે. પાલિકાની નીતિ પર વધી રહેલા વિવાદને ઉકેલવા માટે, શુક્રવારે પાલિકાની મુખ્યાલયમાં ઉપનગરીય પાલક પ્રધાન મંગલ પ્રભાત લોઢાના નેતૃત્વમાં એક બેઠક યોજાઈ હતી. બેઠકમાં સામાજિક સંસ્થાઓ અને એનજીઓના પ્રતિનિધિઓએ નવી નીતિમાં શું છે અને આ નીતિની જરૂર કેમ છે તે અંગે પ્રશ્ર્નોે ઉઠાવ્યા હતા. મીટિંગમાં લોઢાએ તમામ લોકોને ઓપન સ્પેસ પોલિસી અંગે તેમના સૂચનો અને વાંધાઓ મોકલવા અનુરોધ કર્યો હતો, જેથી પાલિકા વધુ અભ્યાસ કરીને પોલિસી બનાવી શકે. બેઠકમાં હાજર રહેલા સામાજિક કાર્યકર શૈલેષ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે આવી નીતિ જેમાં ખાનગી ગમે તે સેક્ટરનો સમાવેશ કરવામાં આવે, ભલે ગમે તેટલા કાયદાઓ બનાવવામાં આવે અને તેના માટે શરતો લાદવામાં આવે, તેમ છતાં તેમની વચ્ચે કેટલાક એવા લોકો છે જેઓ પોતાના ફાયદા શોધવામાં સફળ થાય છે. તે જ સમયે કૉંગ્રેસના પૂર્વ સાંસદ મિલિંદ દેવરાએ પણ પાલિકાની નીતિનો વિરોધ કર્યો છે. ઉપનગરીય પાલક પ્રધાન લોઢાએ પાલિકાને મુંબઈમાં બગીચાઓ, મનોરંજનના મેદાનો અને રમતના મેદાનોની સંખ્યા જાહેર કરવા નિર્દેશ આપ્યો હતો જેને ઓપન સ્પેસ પોલિસીમાં સામેલ કરવામાં આવશે. પાલિકાએ તેની સંપૂર્ણ માહિતી તેની વેબસાઈટ પર ૩૦ દિવસની અંદર ઉપલબ્ધ કરાવવી જોઈએ. તેમજ ભવિષ્યની યોજનાઓ વિશે પણ માહિતી આપવી જોઈએ.
પરિસ્થિતિ સ્પષ્ટ કરવાનો પ્રયાસ
મુંબઈમાં બગીચાઓ, રમતગમત અને મનોરંજનના મેદાનનું ઘણું મહત્વ છે. લગભગ ૧.૫ કરોડની વસ્તી ધરાવતા મુંબઈમાં દરેક લોકોને આનો ઉપયોગ કરે છે. ચાલવા અને રમવાની સાથે સાથે બગીચા અને મેદાન પણ સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા છે. નવી નીતિમાં જે રીતે મેદાન ખોલવાનો સમય અને ફીની વ્યવસ્થા કરવામાં આવી છે તે ખરેખર આશ્ર્ચર્યજનક છે. જે રીતે જનપ્રતિનિધિઓ સાથે લોકો અને સામાજિક સંસ્થાઓમાં આ નીતિ સામે વિરોધ વધી રહ્યો હતો, તેની અસર આગામી લોકસભા, વિધાનસભા અને પાલિકાની ચૂંટણી પર પડી શકે છે. આનો સૌથી વધુ માર ભાજપને ભોગવવો પડી શકે છે. વિરોધ પક્ષ કૉંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને અન્ય પક્ષોએ જે રીતે તેનો વિરોધ કર્યો છે તે આવનારા દિવસોમાં મોટો મુદ્દો બની શકે છે. મામલો વધુ ન વધે તે માટે ઉપનગરીય પાલક પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ પરિસ્થિતિને સંભાળવા માટે તમામ વર્ગોની બેઠક બોલાવીને ભાજપની સ્થિતિ સાફ કરવાનો પ્રયાસ કર્યો છે. લોઢાએ એ બતાવવાનો પ્રયાસ કર્યો છે કે ભાજપ અને સરકારને આ નીતિ સાથે કોઈ લેવાદેવા નથી. પાલિકાની નવી ઓપન સ્પેસ પોલિસીને લઈને મુંબઈગરોના મનમાં ઘણી આશંકા છે, કારણ કે પાલિકા પહેલાથી જ આવી જ પોલિસી લાવી ચૂકી છે, જેના કારણે મુંબઈગરોને પરિણામ ભોગવવા પડ્યા છે. ઉ