યે હૈ મુંબઈ મેરી જાનઃ જ્યાં કીડી પણ ના ઘૂસી શકે, ત્યાંથી 17 સેકન્ડમાં આ રીતે નીકળી એમ્બ્યુલન્સ
મુંબઈઃ ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડકપ જિતીને મુંબઈના નરીમાન પોઈન્ટથી વાનખેડે સુધીનો રોડ શો કર્યો હતો. આ રોડ શોમાં મરીન ડ્રાઈવ ખાતે ક્રિકેટપ્રેમીઓનું માનવ મહેરામણ ઉમટ્યું હતું. ક્રિકેટપ્રેમીઓની એટલી ભીડ હતી કે એક કીડી પણ એમાં ઘૂસી ના શકે. પરંતુ મુંબઈ તો મુંબઈ છે બોસ, આટલી ભીડમાં પણ મુંબઈગરાએ પોતાનું સ્પિરીટ દેખાડીને માનવતાને મહેંકાવી હતી.
આ પણ વાંચો: 15 વર્લ્ડ ચૅમ્પિયનોને જોવા લાખો ક્રિકેટક્રેઝીઓનું માનવ મહેરામણ, ઓપન બસ રોડ-શો અઢી કલાક મોડો શરૂ થયો
મળી રહેલી માહિતી પ્રમાણે ગુરુવારે સાંજે ભીડની વચ્ચે નરીમાન પોઈન્ટ ખાતે એક એમ્બ્યુલન્સ અટવાઈ પડી હતી. પરંતુ મુંબઈગરાએ માણસાઈનો પરિચય આપતા એમ્બ્યુલન્સ માટે રસ્તો મોકળો કરી આપ્યો હતો. મુંબઈગરાની આ જ ખાસિયત તેમને એક આગવી ઓળખ આપે છે.
Won't let the bus move, won't let the ambulance stop
— Sagar (@sagarcasm) July 4, 2024
Crazy fans, sensible humans. pic.twitter.com/io0lGi4FpM
દરમિયાન ટીમ ઈન્ડિયાનું વિજય સરઘસમાં ઓપન બસમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ મુંબઈગરાનું અભિવાદન ઝીલતાં ઝીલતાં વાનખેડે પહોંચવામાં કલાકો લાગ્યા હતા ત્યાં એમ્બ્યુલન્સ માટે મુંબઈગરાએ રસ્તો મોકળો કરી આપતા 17 સેકન્ડમાં એમ્બ્યુલન્સ ત્યાંથી પસાર થઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે અને લોકો મુંબઈગરાની માણસાઈ, સ્પિરીટના વખાણ કરતાં નથી થાકી રહ્યા.
આ પણ વાંચો: World Champion Team ઈન્ડિયાનું એરપોર્ટમાં કંઈક આ રીતે કરાયું સ્વાગત
આ પહેલી વખત નથી મુંબઈગરા કોઈની સંકટની ઘડીમાં તેની સાથે ઊભા રહ્યા હોય. આ પહેલાં પણ મુશ્કેલીના સમયમાં મુંબઈગરા એકબીજાના ખભેખભા મિલાવીને ઊભા રહ્યા હોયા એવા અનેક દાખલાઓ છે. વીડિયોના કમેન્ટ બોક્સમાં નેટિઝન્સ મુંબઈગરાના ભરભરીની વખાણ કરી રહ્યા છે.