આમચી મુંબઈમહારાષ્ટ્ર

ઔરંગઝેબની કબરનો મુદ્દો વિધાનસભામાં ગાજ્યો, સલમાનના બોડીગાર્ડની એન્ટ્રીને કારણે આશ્ચર્ય!

મુંબઈઃ વિધાનસભાનું બજેટ સત્ર હાલમાં ચાલી રહ્યું છે તેની સાથે રાજકીય ગતિવિધિઓએ પણ વેગ પકડ્યો છે. રાજ્યમાં ઔરંગઝેબની કબરને લઇને મોટો વિવાદ થઇ રહ્યો છે. શાસક નેતાઓ છત્રપતિ સંભાજીનગરના ખુલતાબાદ ખાતે આવેલી કબરને દૂર કરવાની માગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બજરંગ દળ, વીએચપી અને કેટલાંક હિન્દુ સંગઠનો આ મામલે આક્રમક બન્યાં છે. કબરને દૂર કરવાની માગણી સાથે વિરોધ પ્રદર્શનો થઇ રહ્યાં છે.

દરમિયાન કોંગ્રેસના પ્રદેશપ્રમુખ હર્ષવર્ધન સપકાળે મુખ્ય પધાન ફડણવીસના વહીવટની સરખામણી ઔરંગઝેબના વહીવટ સાથે કરી હતી. તેના પ્રત્યાઘાત આજે વિધાનસભામાં જોવા મળ્યા હતા. જોકે ત્યાર પછી અનેક ઘરમાંથી ઔરંગઝેબની કબર દૂર કરવાની માગણી વધુ તીવ્ર બની છે. આ બધી ઘટનાઓ વચ્ચે બોલીવુડના અભિનેતા સલમાન ખાનનો બોડીગાર્ડ શેરા અચાનક જ વિધાનભવનમાં પ્રવેશતાં જ લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું.

આજે બપોરના સત્ર દરમિયાન સલમાન ખાનનો બોડીગાર્ડ શેરા વિધાનભવનમાં પ્રવેશતો જોવા મળ્યો હતો. સલમાન ખાનને મળી રહેલી જાનથી મારી નાખવાની ધમકીઓના પગલે વિધાનભવનમાં આ ટિપ્પણી કરવામાં આવી હોવાનું કહેવાય છે. જોકે શેરા વિધાનભવનમાં કેમ આવ્યો તે અંગે કોઈ વિશ્વસનીય માહિતી મળી શકી નથી.

આ પણ વાંચો…ટૉરેસ સ્કૅમ: આઠ આરોપી વિરુદ્ધ 27,147 પાનાંનું આરોપનામું દાખલ કરાયું

જોકે શરૂઆતના અહેવાલો સૂચવે છે કે શેરા સલમાન ખાનની સુરક્ષા વધારવાના મુખ્ય મુદ્દા પર વિધાનભવન આવ્યો હતો. જ્યારે શેરા વિધાનભવનમાં પ્રવેશ્યો, ત્યારે તેઓ વિધાનભવનનાં પગથિયાં પર ભાજપના વિધાનસભ્ય રામ કદમને મળ્યો હતો. એ જ સમયે શિવસેનાના વિધાનસભ્ય પ્રકાશ સુર્વેએ શેરા સાથે હાથ મિલાવ્યા હતા.

આ પણ વાંચો…ભાયંદરમાંં સિનિયર સિટિઝનની હત્યા

સલમાન ખાનને સતત ધમકીભર્યા ફોન આવી રહ્યા છે. તેને પહેલાં પણ ધમકીભર્યો પત્ર મળ્યો છે. રસપ્રદ વાત એ છે કે લોરેન્સ બિશ્નોઈની ગેંગના ગુનેગારોએ તેમના ઘર પર ગોળીબાર કર્યો હોવાની ઘટના પહેલાંથી જ બની ચૂકી છે. અગાઉ એ પણ ખુલાસો થયો છે કે આરોપીઓએ પનવેલમાં સલમાનના ફાર્મહાઉસની બહાર રેકી કરી હતી.

રસપ્રદ વાત એ છે કે સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપનાર ગેંગે ભૂતપૂર્વ વિધાનસભ્ય બાબા સિદ્દીકીની હત્યા કરી હતી. તે પછી પણ સલમાનને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તેથી એવી ચર્ચા છે કે સલમાનનો બોડીગાર્ડ શેરા નેતાઓ કે પ્રધાનોને મળવા માટે વિધાનભવનમાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button