આમચી મુંબઈ

હાઈ કોર્ટે આઈએએસ અધિકારી સામેનો કેસ વરિષ્ઠ પોલીસ અધિકારીઓને ટ્રાન્સફર કર્યો

મુંબઈ: એક આઈએએસ અધિકારી અને તેની પત્ની પર બિલ્ડર અને અન્ય કેટલાક લોકો સાથે રૂ. ૫.૭૭ કરોડની છેતરપિંડી કરવાનો આરોપ છે તેની તપાસ હવે પોલીસના ડેપ્યુટી કમિશનર દ્વારા કરવામાં આવશે અને તેની દેખરેખ સંયુક્ત પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવશે. બોમ્બે હાઈ કોર્ટે તાજેતરમાં આ કેસ ક્રાઈમ બ્રાંચના વરિષ્ઠ અધિકારીઓને ટ્રાન્સફર કર્યો હતો, કારણ કે તેમાં એક વરિષ્ઠ આઈએએસ અધિકારી સામેલ છે.
ઝૂંપડપટ્ટી પુનર્વસન પ્રોજેક્ટમાં તેમનું રોકાણ બમણું કરવાનું વચન આપીને દંપતીએ પીડિતો સાથે છેતરપિંડી કરી હતી.
આ કેસ રાજસ્થાનના કોટાના એક વેપારી રામકુમાર દધીચ દ્વારા દાખલ કરાયેલી ફરિયાદ સાથે સંબંધિત છે, જેમણે આરોપ મૂક્યો હતો કે સહાય અને તેની પત્ની મોનિકા અને તેમના ભાગીદારો મનોજ પાટીલ અને સંજય પાંડેએ તેને અને તેના કેટલાક મિત્રોને ઝૂંપડપટ્ટી પુનર્વસન પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવા માટે લાલચ આપી હતી. આઈએએસ અધિકારીએ દાવો કર્યો હતો કે તેઓ તેમના રોકાણને બમણું કરવામાં મદદ કરવા માટે સરકારમાં તેમની ઓળખાણોનો ઉપયોગ કરશે. પોલીસે જણાવ્યું કે તેણે ભાંડુપ અને કાંજુરમાર્ગમાં જમીનના કેટલાક નકલી દસ્તાવેજો બતાવ્યા અને દાડીચ પાસેથી રૂ. ૧.૫૦ કરોડ અને તેના મિત્રો પાસેથી રૂ. ૪.૨૭ કરોડ મેળવ્યા.
સહાયે દધીચને કહ્યું કે તેની પાસે કાંજુરમાર્ગ-ભાંડુપ વિસ્તારમાં જમીન છે અને તે જમીનના માલિકીના દસ્તાવેજો, મૂલ્યાંકન પ્રમાણપત્ર અને બાંયધરી બતાવીને તેમનો વિશ્ર્વાસ જીત્યો અને દધીચને તેના પ્રોજેક્ટ્સમાં નાણાંનું રોકાણ કરાવ્યું. જો કે, રોકાણકારોને ન તો કોઈ વળતર મળ્યું કે ન તો તેમની મૂળ રકમ પાછી મળી. તેના બદલે, જ્યારે તેઓએ તેમના પૈસા પાછા માંગ્યા, ત્યારે સહાયે કથિત રીતે ધમકીઓ આપી.
વર્સોવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને કેસ ક્રાઈમ બ્રાન્ચના પ્રોપર્ટી સેલને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. પોલીસે આ વર્ષની શરૂઆતમાં સહાય અને અન્ય ત્રણ સામે ભારતીય દંડ સંહિતાની કલમો અને મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઑફ ઈન્ટરેસ્ટ ઑફ ડિપોઝિટર્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. ઑગસ્ટમાં પોલીસે એસ્ટેટ એજન્ટ મનોજ પાટીલની ધરપકડ કરી હતી.
આઈએએસ અધિકારી, આશુતોષ સહાય, કેન્દ્ર સરકારના ગ્રૂપ ‘એ’ સર્વિસ કેડર ૧૯૯૨ બેચના અધિકારી છે જેમણે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં બી.ટેક (ટેક્સટાઈલ) અને એમબીએ કર્યું છે. તેમણે પીજીડીએમ (બિઝનેસ મેનેજમેન્ટ) અને પીજીડીએમ (હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ) પણ કર્યું છે. તેની પાસે એલએલબીની ડિગ્રી પણ છે. તેમને વિવિધ સરકારી વિભાગોમાં કામ કરવાનો ૨૯ વર્ષનો અનુભવ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button