આમચી મુંબઈ

₹ ૮૦ કરોડના ગોટાળાના આરોપીને હાઈ કોર્ટે આગોતરા જામીન આપ્યા

મુંબઈ: દુબઈ સ્થિત કંપનીના ભૂતપૂર્વ કર્મચારી અને કંપનીના ૮૦ કરોડ રૂપિયાની ઉચાપતના આરોપીના આગોતરા જામીન બોમ્બે હાઈ કોર્ટે મંજૂર કર્યા છે. ન્યાયમૂર્તિ એન. જે. જમાદારની એક જજની ખંડપીઠે એફઆઈઆર નોંધણીમાં અત્યંત વિલંબ થયો હોવાના કારણે હર્નિશ ચદૃદરવાલાના આગોતરા જામીન આપ્યા હતા.
દુબઈ સ્થિત વેલીયન્ટ પેસિફિક એલએલસી લિમિટેડ વતી થાણાના રાબોડી પોલીસ સ્ટેશનમાં મનોજ સાવંતે દાખલ કરેલી ફરિયાદ અનુસાર હર્નિશ ચદૃદરવાલા માર્ચ ૨૦૦૩માં કંપનીમાં જોડાયો હતો. ૨૦૧૬ – ૧૭ અને ૨૦૧૭ – ૧૮ની આંતર કંપનીની પુરાંતમાં નોંધપાત્ર ફરક હોવાથી હર્નિશને હિસાબ મેળ પત્રક (રીક્ધસીલેશન સ્ટેટમેન્ટ્સ) તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે, હિસાબ મેળ આપવાને બદલે તેણે પહેલી ડિસેમ્બર, ૨૦૧૮ના દિવસે રાજીનામું આપી દીધું હતું. હર્નિશે વાપરેલા કમ્પ્યુટરની ચકાસણી કરતા તેણે એકાઉન્ટ બુક્સમાં ખોટી એન્ટ્રીઓ પાડી હોવાનું અને જંગી રકમ સેરવી લીધી હોવાનું જાણવા મળ્યું હતું એમ મનોજ સાવંતે નોંધ્યું હતું. ફરિયાદીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ૧૩ જાન્યુઆરી, ૨૦૧૯ના દિવસે હર્નિશે અન્ય સ્થળેથી કમ્પ્યુટર સિસ્ટમમાં દાખલ થઈ કમ્પ્યુટરમાં રહેલી કેટલીક માહિતી કાઢી નાખી હતી. એ માહિતીથી તેના ગોટાળા ઉઘાડા પડી ગયા હોત એમ પણ ફરિયાદીએ જણાવ્યું હતું.
એફઆઈઆર નોંધાયા પછી હર્નિશે આગોતરા જામીન માટે હાઈ કોર્ટમાં અરજી કરી હતી. કંપની સાથે કોઈ નાતો નહીં ધરાવનાર વપરાયેલી કારના ડીલરે આપેલી માહિતીના આધારે કેસ દાખલ કરવામાં આવ્યો હોવાની રજૂઆત કરી એ એફઆઇઆરમાં કરવામાં આવેલા આક્ષેપોમાં કોઈ વજૂદ નહીં હોવાનું તેનું કહેવું હતું. વળી રાજીનામું (એક ડિસેમ્બર, ૨૦૧૮) અને એફઆઇઆરની નોંધણી (નવ ઑગસ્ટ, ૨૦૨૨) વચ્ચેના લાંબા સમયગાળા પર પણ તેણે ધ્યાન દોર્યું હતું. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker