‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ને કેમ મળી નોટિસ, સલમાન ખાનની ટીમે કરી સ્પષ્ટતા
મુંબઈઃ ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શર્મા શો વિવાદમાં સપડાયો છે. બોંગો ભાષી મહાસભા ફાઉન્ડેશન (BBMF) વતીથી કપિલ શર્માના શોને નોટિસ મોકલવામાં આવી છી. સંસ્થા દ્વારા જારી કરાયેલ નોટિસમાં દાવો કરવામાં આવ્યો છે કે ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો રવિન્દ્રનાથ ટાગોરના વારસાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, તેનાથી સાંસ્કૃતિક અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે.
દરમિયાન એવા અહેવાલો હતા કે સલમાન ખાનના પ્રોડક્શન હાઉસને કાનૂની નોટિસ મોકલવામાં આવી છે, પરંતુ કંપનીના પ્રતિનિધિએ સ્પષ્ટતા કરી હતી કે નેટફ્લિક્સ પર પ્રસારિત થતા શો સાથે અમારે કોઈ સંબંધ નથી.
સલમાન ખાનના પ્રવક્તાએ જવાબ આપ્યો હતો કે અમે નેટફ્લિક્સના ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ સાથે જોડાયેલા નથી.’ સલમાન ખાનના પ્રવક્તાએ બોંગો ભાષી મહાસભા ફાઉન્ડેશન તરફથી લીગલ નોટિસ મળવાના સમાચારને પણ નકારી કાઢ્યા હતા. સલમાન ખાનના પ્રતિનિધિએ નિવેદનમાં કહ્યું છે કે નેટફ્લિક્સ પર પ્રસારિત થનારા ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ’ શો સાથે અમારે કોઈ લેવાદેવા નથી.
આ પણ વાંચો : તાલિબાન સુધારી રહ્યું છે ભારત સાથેના સંબંધો: મુંબઈમાં નિયુક્ત કર્યા રાજદૂત…
કેટલાક મીડિયા અહેવાલો કહી રહ્યા છે કે સલમાન ખાન/એસકેટીવી ને નોટિસ મળી છે, પરંતુ આ સાચું નથી કારણ કે અમે નેટફ્લિક્સ પર ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ સાથે જોડાયેલા નથી. તેમને કાનૂની નોટિસ સાથે કોઈ લેવાદેવા નથી. તમને જણાવી દઈએ કે અગાઉ જ્યારે કપિલનો શો ટીવી પર આવ્યો હતો ત્યારે સલમાન ખાને તેને પ્રોડ્યુસ કર્યો હતો.