આમચી મુંબઈ

યુવતીએ કહ્યું માનસિક શાંતિ ખોવાઈ છે, મુંબઈ પોલીસે આપ્યો આવો જવાબ…

મુંબઈઃ મુંબઈ પોલીસ પોતાની કામગિરી અને સોશિયલ મીડિયા પર એક્ટિવનેસ માટે ખૂબ જ જાણીતી છે. એટલું જ નહીં સોશિયલ મીડિયા કરવામાં આવતી વિચિત્ર પોસ્ટ, ટિપ્પણી કે માંગણીનો અનોખા અંદાજમાં જવાબ આપવા માટે પણ મુંબઈ પોલીસ જાણીતી છે. હાલમાં ફરી વખત મુંબઈ પોલીસ ચર્ચામાં આવી છે અને એનું કારણ છે યુવતી દ્વારા કરવામાં આવેલી ઉટપટાંગ ફરિયાદને કારણે. મુંબઈ પોલીસે પણ આ ટ્વીટનો એકદમ ફિલ્મી સ્ટાઈલમાં જવાબ આપ્યો છે.
મુંબઈ પોલીસના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર ફરિયાદ કરતાં એક યુવતીએ એવી ફરિયાદ કરી છે કે જેની ચારે બાજુ ચર્ચા ચાલી રહી છે. વેદિકા આર્યા નામની યુવતીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મારી માનસિક શાંતિ ખોવાઈ ગઈ છે એવી ફરિયાદ કરી છે.

મુંબઈ પોલીસે આર્યાની આ પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું છે કે મિસ. આર્યા, તમારી જેમ જ ઘણા લોકો સુકૂનની શોધમાંછે અને તમે અમારા પર રાખેલા વિશ્વાસની અમે પ્રસંશા કરીએ છીએ. અમને ખાતરી છે કે તમને તમારી આત્મામાં શાંતિનો અહેસાસ થશે. દેખાતી કોઈ પણ વસ્તુ માટે તમે અમારી પાસે ફરિયાદ કરી શકો છો.

મુંબઈ પોલીસનો આ જવાબ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. નેટિઝન્સ પણ મુંબઈ પોલીસ અને વેદિકા વચ્ચેના સંવાદનો આનંદ ઉઠાવી રહ્યા છે અને વેદિકાને કઈ રીતે તેની ખોવાયેલી માનસિક શાંતિ પાછી મળી શકે છે એના ઉપાયો જણાવ્યા છે.

એક યુઝરે આ પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું છે કે મિત્રો સાથે સમય પસાર કરવાનું રાખો. તમને ચોક્કસ જ શાંતિ મળશે. બીજા એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું થે કે મને આશ્રર્ય થાય છે કે જો કોઈ યુવકે આવી ટ્વીટ કરી હોત તો મુંબઈ પોલીસે શું જવાબ આપ્યો હોત? બીજા એક યુઝરે મુંબઈ પોલીસના જવાબ પર કમેન્ટ કરતાં લખ્યું છે કે શાયરાના જવાબ… સર, તમારું હાર્ટબ્રેક થયું હોય એવું લાગી રહ્યું છે. આ પોસ્ટ અત્યાર સુધી એક લાખથી વધુ લોકોએ જોઈ છે અને તેના પર હજારો કમેન્ટ્સ આવી ગઈ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button