આમચી મુંબઈ

જાન્યુઆરી અંત સુધીમાં કોસ્ટલ રોડનો પહેલો તબક્કો ખુલ્લો મુકાશે

પહેલા તબક્કામાં પ્રવાસ ટોલ ફ્રી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક બાદ હવે મુંબઈનો મહાત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાતા ૩૧ જાન્યુઆરી સુધીમાં કોસ્ટલ રોડનો પહેલા તબક્કાનો રસ્તો ખુલ્લો મૂકવામાં આવવાનો છે. કોસ્ટલ રોડની દક્ષિણ તરફની બાજુ મરીન ડ્રાઈવથી વરલી સી ફેસ સુધીનો રસ્તો ટોલ ફ્રી રહેશે. પરંતુ મે મહિનામાં જ્યારે કોસ્ટલ રોડનું કામ પૂરું થઈને તે વાહનવ્યવહાર માટે સંપૂર્ણ રીતે ખુલ્લો મુકાશે ત્યારે ટોલ વસૂલવાને મુદ્દે નિર્ણય લેવાશે એવું રવિવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે કહ્યું હતું.

રવિવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પાલિકા કમિશનર અને પ્રશાસક ઈકબાલસિંહ ચહલ સાથે કોસ્ટલ રોડનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રોજેક્ટનું કામ બે તબક્કામાં કરવામાં આવી રહ્યું છે. પહેલા તબક્કામાં (૧૦.૫૮ કિલોમીટર) પ્રિન્સેસ સ્ટ્રીટ-મરીન ડ્રાઈવથી વરલી સુધી અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી અંડરગ્રાઉન્ડ ટનલ સાથે બની રહ્યો છે.

આ પ્રોજેક્ટમાં દેશની પહેલી દરિયાની અંદર ટનલ બની રહી છે, જે ગિરગામ ચોપાટીથી નીકળશે અને પ્રિયદર્શની પાર્કને જોડશે. બીજા તબક્કામાં વરલીથી કાંદિવલી સુધીનો કોસ્ટલ રોડ બનવાનો છે. ત્યારે નવા વર્ષમાં મુંબઈગરાને ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળવાનો છે. સમયની સાથે જ ઈંધણની પણ બચત કરનારા બે મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ આગામી દિવસોમાં ખુલ્લા મુકાવાના છે એવું મુખ્ય પ્રધાને આ સમયે કહ્યું હતું.

રાજ્ય સરકારે તાજેતરમાં મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક રોડ પર એકતરફી મુસાફરી માટે ૨૫૦ રૂપિયાનો ટોલ નક્કી કર્યો છે. આ રોડનું ઉદ્ઘાટન ૧૨ જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે, ત્યારે કોસ્ટલ રોડ પર ટોલ વસૂલવા બાબતે તેમણે કહ્યું હતું કે પહેલા તબક્કામાં ખુલ્લા મૂકવામાં આવનારા કોસ્ટલ રોડ માટે હાલ કોઈ પણ પ્રકારનો ટોલ વસૂલવામાં આવવાનો નથી.

૧૨,૨૭૧ કરોડ રૂપિયાનો ખર્ચ
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા બાંધવામાં આવી રહેલા કોસ્ટલ રોડનો પહેલો તબક્કો (૧૦.૫૮ કિલોમીટર) મરીન ડ્રાઈવ પર પ્રિન્સેસ સ્ટ્રીટથી બાંદ્રા-વરલી સી લિંક વરલી છેડા સુધીનો બની રહ્યો છે. પ્રિયદર્શની પાર્ક અને ગિરગામ ચોપાટીને જોડતી ૨.૦૭ કિલોમીટર લંબાઈની ટનલ હશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ૧૨,૨૭૧ કરોડ રૂપિયા છે. કોસ્ટલ રોડાં ચાર+ચાર લેન હશે. આ પ્રોજેક્ટનું કામ ૨૦૧૮માં ચાલુ થયું હતું અને અગાઉ તેને પૂરો કરવાની ડેડલાઈન નવેમ્બર ૨૦૨૩ હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure Mumbai’s Hidden Gems: Romantic Escape for Two Good News for Some! Shani Dev’s Impact Lessened on Hanuman Jayanti Mobile Phoneમાં સ્લો છે Internetની સ્પીડ? સિમ્પલ ટિપ્સ કરો ફોલો અને જુઓ Magic…