આમચી મુંબઈ

માતાની હત્યા કરનારા દીકરાને કોર્ટે ફટકારી આ સજા, જાણો શું હતો મામલો?

મુંબઈઃ થાણે જિલ્લાની એક અદાલતે ૨૦૧૯માં ઘરેલું વિખવાદમાં માતાની હત્યા કરવા બદલ ૫૪ વર્ષીય પુત્રને આજીવન કેદની સજા ફટકારી છે. પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એસ બી અગ્રવાલે આરોપી સોમનાથ જીવન મિત્રાને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ (હત્યા) હેઠળ દોષિત ઠેરવ્યો હતો અને ૧૬ જાન્યુઆરીએ સંભળાવવામાં આવેલા ચુકાદામાં તેને આજીવન કેદની સજા ફટકારી હતી.

પીડિતા (૭૦) અને આરોપી ભાયંદરમાં માંડલી તળાવ વિસ્તારમાં એક બિલ્ડિંગમાં રહેતા હતા. આરોપી બેરોજગાર હોવાના કારણે માતા અને પુત્ર વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ૩૦ માર્ચ, ૨૦૧૯ના રોજ જ્યારે પીડિતાને આરોપી પાસેથી પૈસા મળ્યા ત્યારે ચોરીની આશંકાને લઈને માતાએ તેની પૂછપરછ કરી હતી અને બંને વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી.

એપીપી લાડવંજરીએ જણાવ્યું હતું કે ગુસ્સે ભરાયેલા મિત્રાએ તેની માતાના વાળ ખેંચી તેનું માથું ફ્લોર પર પછાડ્યું હતું, પરિણામે તેનું મૃત્યુ થયું હતું. ટ્રાયલ દરમિયાન તેમના પડોશીઓ અને એક બાતમીદાર સહિત મુખ્ય સાક્ષીઓએ ઘાતકી હુમલાની સાક્ષી આપી હતી.

ન્યાયાધીશ અગ્રવાલે પ્રત્યક્ષદર્શીઓની જુબાની પોસ્ટમોર્ટમ રિપોર્ટ્સને ધ્યાનમાં લેતા આરોપી સામેના તમામ આરોપો સાબિત થતા સજા સંભળાવી હતી. લાડવંજરીએ ખુલાસો કર્યો હતો કે મિત્રા સામેના આરોપો સ્થાપિત કરવા માટે ટ્રાયલ દરમિયાન કુલ ૧૯ સાક્ષીની તપાસ કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button