આમચી મુંબઈ

રામમંદિર માટે ₹ ૧૪ કરોડ દાન આપનાર કંપની હંમેશાં વિવાદમાં

નાગપુર બ્લાસ્ટ

નાગપુર: નાગપુરના બજારગાંવમાં સોલાર એક્સપ્લોઝિવ કંપનીમાં રવિવારે સવારે થયેલા વિસ્ફોટમાં છ મહિલાઓ સહિત નવ લોકોના મોત થયા હતા, આ કારણે કંપનીના ચેરમેન સત્યનારાયણ નુવાલ ફરી એકવાર ચર્ચામાં આવ્યા. ૧૯૯૫માં નુવાલ દ્વારા સ્થપાયેલી, કંપનીએ છેલ્લા એક દાયકામાં વિસ્ફોટકો અને સંરક્ષણ સામગ્રીના ઉત્પાદનના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. કંપનીની પ્રોપિલિન પ્રોડક્ટનો ઉપયોગ ‘અગ્નિ’, ‘બ્રહ્મોસ’ મિસાઇલોમાં થાય છે.
તેમણે રામ મંદિરના નિર્માણ માટે ૧૪ કરોડોનું દાન આપ્યું હતું, આ કારણે પણ તેમનું નામ
ચર્ચામાં હતું.
કંપની સારા કામો માટે જેટલી ચર્ચામાં છે તેટલી જ તે વિવાદોમાં પણ ફસાયેલી જોવા મળે છે. દેશના વિવિધ ભાગોમાં અકસ્માતોમાં મળી આવેલા જેલિંગ સ્ટીક્સ અથવા તેના જેવા વિસ્ફોટકો પર કંપનીનું નામ હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે.
રવિવારના બ્લાસ્ટ બાદ કંપનીના સિનિયર જનરલ મેનેજર આશિષ કુમાર શ્રીવાસ્તવે વીડિયો ટેપ દ્વારા પોતાની સ્થિતિ રજૂ કરી હતી. ‘અમે માત્ર વિસ્ફોટકોનું ઉત્પાદન કરીએ છીએ, ખરીદદારો તેનો ઉપયોગ કેવી રીતે અને ક્યાં કરે છે તેની અમને ચિંતા નથી’. કંપનીમાં ચાર મહિનામાં આ બીજી ઘટના હોવાથી સુરક્ષાના પગલાં પર સવાલ ઉઠી રહ્યા છે. સોમવારે નાગપુરમાં ચાલી રહેલા વિધાનસભા સત્રમાં પણ આની અસર જોવા મળી હતી. આ કંપની અને નુવાલ ફરી એકવાર આરોપો અને વળતા આરોપોને કારણે ચર્ચામાં આવ્યા છે. આ સંદર્ભે નુવાલનો ફોન તેમજ મેસેજ દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમના તરફથી હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?