આમચી મુંબઈ
મુખ્ય પ્રધાને હુતાત્મા ચોક ખાતે શહીદોને આપી શ્રદ્ધાંજલિ
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે દક્ષિણ મુંબઈના હુતાત્મા ચોક ખાતે હુતાત્મા સ્મૃતિ દિન નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
હુતાત્મા ચોક સ્મારક સંયુક્ત મહારાષ્ટ્રની ચળવળના આંદોલન વખતે પોલીસના ગોળીબારમાં મૃત્યુ પામેલા ૧૦૭ લોકોને અંજલી આપવા માટે બાંધવામાં આવ્યું હતું. ૧૯૫૫-૫૬માં આ આંદોલન થયું હતું. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પણ આ પ્રસંગે હાજર હતા અને તેમણે પણ હુતાત્માને ફૂલો અર્પણ કરીને અંજલી આપી હતી.