નાગરિકોના આંદોલન બાદ નવી મુંબઈ મેટ્રોના સેંટ્રલ પાર્ક સ્ટેશનનું નામ બદલાયું
પનવેલ: થોડાક સમય પહેલા શરૂ કરવામાં આવેલી નવી મુંબઈ મેટ્રોના સેંટ્રલ પાર્ક સ્ટેશનને નવું નામ આપવામાં આવ્યું છે. આ સ્ટેશનને નવું નામ આપવા માટે અહીના નાગરિકોને આંદોલન કર્યું હતું. ત્યારબાદ સિડકો પ્રશાસન દ્વારા નાગરિકોની માંગણી મુજબ સ્ટેશનનું નામ સેંટ્રલ પાર્ક થી બદલીને સેંટ્રલ પાર્ક મુર્બીપાડા એવું કરવામાં આવ્યું છે.
અહીંના એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યુ હતું કે શહેરી વિસ્તારોમાં વધારો થતાં ગામોનું મહત્વ ઘટી રહ્યું છે. સિડકો દ્વારા વિકસિત કરવામાં આવેલા શહેરોનું નામકરણ કરવામાં આવ્યું છે પણ નાના ગામોની અવગણના કરવાં આવે છે જેથી ગામનું અસ્તિત્વ ટકાવી રકવા માટે અમે આ આંદોલન કર્યું હતું. નવી મુંબઈ મેટ્રો શરૂ થયાના અઠવાડીયા બાદ અમારી સેંટ્રલ પાર્ક સ્ટેશનનું નામ બદલીને સેંટ્રલ પાર્ક મુર્બીપાડા કરવામાં આવ્યું છે એવું એક સ્થાનિકે વ્યક્તિએ જણાવ્યુ હતું.
સિડકોના એક અધિકારીએ આ બાબતે જણાવ્યું કે નવી મુંબઈ મેટ્રોના એક સ્ટેશનને સેંટ્રલ પાર્ક મુર્બીપાડા આ નામ આપવા માટે આગામી બે દિવસોમાં જરૂરી બદલ કરવામાં આવશે. આ સ્ટેશનનું નામકરણ કરવા માટે મેટ્રો પ્રશાસન દ્વારા સ્થાનિક નાગરિકોનો મત જાણવા એક અહેવાલ બહાર પડ્યો હતો પણ આ બાબતે કોઈપણ પ્રતિસાદ ન મળતા સ્ટેશનનું નામ બદલવા બાબતે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહતો અને થોડાક સમય બાદ નાગરિકોએ આ અંગે આંદોલન કરી નામ બદલવાની માંગણી કરી હતી. તેથી આ નિર્ણય લેવામાં વિલંબ થયો. એવું એક સિડકોના સૂત્રએ જણાવ્યું હતું.