આમચી મુંબઈ

મુંબઈ-નાગપુર જુલાઈથી આઠ કલાકમાં ભરવીરથી ઈગતપુરી તબક્કો સોમવારથી ખુલ્લો મુકાયો

મુંબઈ: મુંબઈથી નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસ વે પ્રોજેક્ટમાં ઈગતપુરીથી આમણે છેલ્લા તબક્કાનું 90 કામ પૂરું થઇ ગયું છે. એમએસઆરડીસીએ બાકીનું કામ ઝપડી પૂરું કરવાની નેમ ધરાવતું હોઇ જુલાઈના અંત સુધીમાં આ તબક્કો પણ પરિવહન માટે ખુલ્લો મુકાશે. જુલાઈમાં આ છેવટનો તબક્કો પરિવહન માટે ખુલ્લો મુકાયા બાદ મુંબઈથી નાગપુરનું અંતર તમે માત્ર 8 કલાકમાં આંતરી શકશો. હાલની સ્થિતિમાં એક્સપ્રેસ વે પ્રોજેક્ટનું પચીસ ટકા એટલે કે ભરવીરથી ઈગતપુરી સુધીનું કામ પૂરું થઇ ગયું હોઇ આ તબક્કાને સોમવારથી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. રાજ્યની રાજધાની અને ઉપરાજધાનીને જોડવા માટે 701 કિમી લંબીઈનો સમુદ્રી એક્સપ્રેસ વે પ્રોજેક્ટને એમએસઆરડીસીએ હાથમાં લીધો છે. આ એક્સપ્રેસ વે નાગપુરથી ભરવીર એમ 600 કિમીનો તબક્કો હાલમાં પરિવહન માટે ખુલ્લો છે. તેમ જ ભરવીરથી ઈગતપુરીનો પચીસ ટકાનો તબક્કો પણ સોમવારથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. જાહેર બાંધકામ (ઉપક્રમ) પ્રધાન દાદા ભુસેના હસ્તે આ તબક્કાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
હાલની સ્થિતિમાં ભરવીરથી આમણે એમ 75 કિમીનું કામ 90 ટકા પૂરું થઇ ગયું છે, એવી માહિતી મેનેજિંગ ડિરેક્ટર અનિલકુમાર ગાયકવાડે આપી હતી. ઈગતપુરીથી આમણે તબક્કામાં એક મોટા પુલનું કામ હવે બાકી રહ્યું છે. આ કામ પૂરું થયા બાદ જુલાઈ સુધીમાં આ તબક્કાનું કામ 100 ટકા પૂરું થઇ જશે. કામ પૂરું થયા બાદ તાત્કાલિક ધોરણે તેને કાર્યાન્વિત કરવામાં આવશે, એવું ગાયકવાડે વધુમાં જણાવ્યું હતું.
સમુદ્રી પ્રોજેક્ટ પૂરો થયા બાદ એમએસઆરડીસી દ્વારા નાગપુરથી ગોવા શક્તિપીઠ એક્સપ્રેસ વેના કામને હાથ ધરવામાં આવશે. શક્તિપીઠ એક્સપ્રેસ વે સમૃદ્ધિની જેવો જ 100 કિમી લાંબો છે. આ એક્સપ્રેસ વેને કારણે 12 જિલ્લાને જોડવામાં આવશે. તેમ જ નાગપુરથી ગોવાનું અંતર 10થી 11 કલાકમાં કાપી શકાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button