આમચી મુંબઈ

ચિનુક હેલિકૉપ્ટરના આગમનથી એરફોર્સની તાકાત વધી

મુંબઈ: ઈન્ડિયન એરફોર્સના લડાકુ વિમાનની ઘણી ગાથા જાણીતી છે. જોકે, દેશના દુર્ગમ વિસ્તારમાં પહોંચવા હેલિકૉપ્ટર અને અન્ય વિમાનો પણ મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે. દુર્ગમ વિસ્તારમાં રસ્તાના બાંધકામ માટે તેમ જ યુદ્ધ સજજતા માટે આ વિમાનો ઘણા ઉપયોગી સાબિત થતા હોય છે. બે વર્ષ પહેલા એરફોર્સમાં ચિનુક હેલિકોપ્ટરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એની મદદથી ઈશાન ભારતમાં ચીન અળવીતરું થતા આપણે એ વિસ્તારમાં રસ્તા, પુલ જેવી પાયાની સગવડો ઊભી કરવામાં આવે છે. એ વિસ્તારમાં જરૂરી સામગ્રી દિવસરાત પહોંચાડવાનું કામ ચિનુક કરે છે. આ સિવાય અનેક મહત્વની જવાબદારી પણ આ હેલિકૉપ્ટર નિભાવે છે. આ ઉપરાંત એરબસ કંપનીનું સી – ૨૯૫ વિમાન પણ એરફોર્સ માટે અત્યંત મહત્ત્વનું સાબિત થશે. આ વિમાન મૂળ સોવિયેત બનાવટનું છે અને એનું મુખ્ય કારખાનું યુક્રેનમાં છે. પરિણામે વિમાનના સ્પેરપાર્ટની સમસ્યા નિર્માણ થઈ શકે છે. જોકે, હવે પછી આ વિમાન ભારતમાં જ તૈયાર કરવામાં આવશે એવી જાણકારી ઉપલબ્ધ થઈ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે