મંદિરમાંથી ચોરી કરનારા આરોપી પકડાયા | મુંબઈ સમાચાર

મંદિરમાંથી ચોરી કરનારા આરોપી પકડાયા

મુંબઈ: મલાડ પૂર્વમાં આવેલા વૈષ્ણવી દેવી મંદિરમાંથી દેવીના ચાંદીનાં આભૂષણો ચોરનારા બે આરોપીઓને દિંડોશી પોલીસે ૨૪ કલાકમાં ઝડપી પાડ્યા હતા. આરોપીઓની ઓળખ કૃષ્ણકુમાર શ્યામબહાદુર હરિજન (૩૨) અને મૃત્યુંજય સચિદાનંદ રાય (૨૮) તરીકે થઇ હોઇ બંને જણ ઉત્તર પ્રદેશના વતની છે. તેમની પાસેથી આભૂષણો જપ્ત કરાયાં હતાં. પોલીસના જણાવ્યા અનુસાર મલાડ પૂર્વમાં સુભાષ લેન ખાતે આવેલા વૈષ્ણવી દેવી મંદિરમાં ૧૨ ઑક્ટોબરે આ ઘટના બની હતી, જેને પગલે દિંડોશી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

Back to top button