પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયેલી આરોપી યુવતી પરેલમાં ઝડપાઈ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયેલી આરોપી યુવતી પરેલમાં ઝડપાઈ


બાથરૂમની બારીમાંથી બહાર નીકળી પાઈપથી નીચે ઊતરીને યુવતી ભાગી ગઈ હતી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયેલી લૂંટના કેસની આરોપી યુવતીને ક્રાઈમ બ્રાન્ચે પરેલ વિસ્તારમાંથી પકડી પાડી હતી. પૂછપરછ દરમિયાન બાથરૂમમાં ગયેલી યુવતી બારીમાંથી બહાર નીકળી પાઈપથી નીચે ઊતરીને ભાગી ગઈ હતી.
ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-10ના અધિકારીઓએ પકડી પાડેલી આરોપીની ઓળખ શગુન દિલીપ યાદવ ઉર્ફે રાણી (20) તરીકે થઈ હતી. વધુ કાર્યવાહી માટે આરોપીને સાકીનાકા પોલીસના તાબામાં સોંપાઈ હતી.
પોલીસ ફરિયાદ અનુસાર લૂંટના કેસમાં રાણીની ધરપકડ કરવામાં આવ્યા પછી તેને સાંતાક્રુઝ લૉકઅપમાં રાખવામાં આવી હતી. કેસ સંબંધી પૂછપરછ માટે ગુરુવારની સવારે તેને સાકીનાકા પોલીસ સ્ટેશને લવાઈ હતી. પહેલા માળે આવેલી લેડીઝ રૂમમાં પૂછપરછ દરમિયાન બપોરે 12.20 વાગ્યે રાણીએ બાથરૂમ જવાનું બહાનું કર્યું હતું.
બાથરૂમના દરવાજાને અંદરથી કડી લગાવી રાણીએ પાણીનો નળ ચાલુ કર્યો હતો, જેથી પાણીના અવાજને કારણે બાથરૂમ બહાર ઊભેલી મહિલા કોન્સ્ટેબલને બારીના કાચ કાઢવાનો અવાજ ન સંભળાય. પછી બારીના કાચ કાઢી ડે્રનેજ પાઈપથી રાણી નીચે ઊતરીને ફરાર થઈ ગઈ હતી. આ પ્રકરણે સાકીનાકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
આરોપી યુવતી મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી ન હોવાથી તેને ટે્રસ કરવું મુશ્કેલ હતું. ક્રાઈમ બ્રાન્ચની ત્રણ ટીમે વિવિધ સ્થળે લાગેલા 60 જેટલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. યુવતી દાદર રેલવે સ્ટેશને ટે્રનમાંથી ઊતરી હોવાનું નજરે પડતાં પોલીસે દાદર, પરેલ અને હિંદમાતા પરિસરમાં તેની શોધ હાથ ધરી હતી. આખરે રવિવારે યુવતીને પરેલની ટાટા હૉસ્પિટલ નજીકથી તાબામાં લેવાઈ હતી. ઉ

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button