આમચી મુંબઈ

ભાયખલાના ૧૦૧ વર્ષ જૂના બ્રિજને સ્થાને નવો આઈકોનિક ડિઝાઈનવાળો કેબલ સ્ટે ઓવરબ્રિજ

₹૨૮૭ કરોડના ખર્ચે બનનારા બ્રિજનું કામ ફાસ્ટ ટ્રેક પર છે અને સપ્ટેમ્બરમાં ખુલ્લો મુકાય એવી સંભાવના

મુંબઈ: આર્થિક રાજધાની મુંબઈમાં અનેક દાયકાઓ જૂના અને જર્જરિત રેલવે ઓવરબ્રિજ (આરઓબી)ની જગ્યાએ હવે નવો કેબલ સ્ટે ઓવરબ્રિજ બનવા જઇ રહ્યો છે. મહારાષ્ટ્ર રેલ ઈન્ફ્રસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન (મહારેલ)ના માધ્યમથી આઈકોનિક ડિઝાઇનવાળા બ્રિજનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આમાં રે રોડ કેબલ સ્ટે આરઓબીનું કામ ફાસ્ટ ટ્રેક પર છે. હાલમાં જ આ પહેલા કેબલ સ્ટે બ્રિજના પાયા ભરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. બ્રિજને બનાવવા માટે અંદાજે રૂ. ૨૮૭ કરોડનો ખર્ચ થશે.

એમઆઈડીસી દ્વારા ભાયખલાના ૧૦૧ વર્ષ જૂના આરઓબીની નજીક આઈકોનિક ડિઝાઈનવાળો નવો કેબલ સ્ટે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે મધ્ય રેલવે પર ૧૦૧ વર્ષ જૂનો આરઓબી અંગ્રેજોએ ૧૯૨૨માં બનાવ્યો હતો. ભાયખલા આરઓબી શહેરનો સૌથી વ્યસ્ત પુલોમાંનો એક છે. આ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને સ્ટેશનને પૂર્વથી પશ્ર્ચિમ જોડવાની સાથે સીએસએમટી અને દાદર વચ્ચેની કનેક્ટિવિટી પણ આપે છે.

જગ્યાની અછત અને ટ્રાફિકને જોતાં કેબલ સ્ટે બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહીં એક શતકથી વધુ જૂના સંત ગાડગે મહારાજ માર્કેટના ૧૨૦થી વધુ શાકભાજી માર્કેટની દુકાનોને પાલિકાના સમન્વયથી બટાવીને આ બ્રિજ બની રહ્યો છે. આ બ્રિજને બનાવવા પાછળ રૂ. ૨૮૭ કરોડનો ખર્ચ થવાનો છે. મહારેલના અધિકારીઓના જણાવ્યા અનુસાર ભાયખલા કેબલ સ્ટે બ્રિજને ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨૪ સુધી પૂરો કરવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે.

પાલિકા રૂ. ૧૭૭૫ કરોડના ખર્ચે ૧૨ બ્રિજનું નિર્માણ કરશે
બ્રિટિશકાલીન બ્રિજોને સ્થાને હવે કેબલ બ્રિજ આકાર લઇ રહ્યા છે અને પાલિકાએ શહેરના ૧૨ બ્રિજનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો છે. રોડ બ્રિજને સ્થાને હવે કેબલ આકાર લેશે, એવું પાલિકાના બ્રિજ ડિપાર્ટમેન્ટના અધિકારીએ જણાવ્યું હતું. આના પર પાલિકા કુલ રૂ. ૧૭૭૫ કરોડનો ખર્ચ થાય એવું અનુમાન લગાવી રહી છે. આ બ્રિજોમાં રે રોડ બ્રિજ, દાદરનો તિલક બ્રિજ, ભાયખલા બ્રિજ, ઘાટકોપર બ્રિજ, મુંબઈ સેન્ટ્રલનો બેલાસિસ બ્રિજ, આર્થર રોડ બ્રિજ, મઝગાંવ સ્થિત સેંટ મેરી બ્રિજ, કરી રોડ બ્રિજ, માટુંગા બ્રિજ, ભાયખલાનો એસ બ્રિજ, લોઅર પરેલનો બ્રિજ અને મહાલક્ષ્મી બ્રિજનો સમાવેશ થાય છે. આ બ્રિજોમાંથી અનેક બ્રિજનાં ટેન્ડરો થઇ ચૂક્યાં છે. આગામી અમુક વર્ષોમાં જૂના બ્રિજોથી થોડા મોટા આધુનિક ટેક્નિકથી બનેલા બ્રિજો મુંબઈગરાઓની અવરજવર માટે ઉપલબ્ધ થશે.

સેલ્ફી પોઈન્ટ પણ હશે
મુંબઈમાં રેલવે અને રોડ નેટવર્ક પર પહેલી વાર એક અત્યાધુનિક ડિઝાઈનવાળો કેબલ સ્ટે બ્રિજ હશે, જ્યાં સેલ્ફી પોઈન્ટ પણ રાખવામાં આવ્યો છે. આ બ્રિજ બાંદ્રા-વરલી સી લિંકની ધરતી પર બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત આ બ્રિજ પર એલઈડી સિગ્નેચર થીમ લાઈટિંગની સુવિધા પણ રાખવામાં આવી છે.

રે રોડનું કામ ૭૦ ટકા પૂરું થયું
મુંબઈ અને ઉપનગરમાં બ્રિટિશકાલીનમાં બનેલા જૂના અને જર્જરિત ઓવરબ્રિજનું પુન: નિર્માણનું કામ પાલિકા અને મહારેલને સોંપવામાં આવ્યું છે. કહેવાય છે કે આમાં રે રોડ આરઓબીનું કામ લગભગ ૭૦ ટકા પૂરું થઇ ગયું છે. કેબલ સ્ટે બ્રિજની ખાસિયત એ છે કે અહીં ટ્રાફિકને અસર નથી થતી અને તેનું કામ પણ ઝડપી થઇ રહ્યું છે. મહારેલે કેબલ સ્ટેડ આરઓબીને સીમિત અને ઓછા પીલર્સ સાથે ડિઝાઈન કર્યો છે. રાતના સમયે સુરક્ષા અને વિઝિબિલિટીને સુનિશ્ર્ચિત કરવા માટે બ્રિજ પર રિમોટથી કંટ્રોલ આર્કિટેક્ચરલ એલઈડી લાઈટ લગાવવામાં આવશે. જૂના આરઓબીની નજીક અડીને બનાવવામાં આવી રહેલા રે રોડના નવા કેબલ સ્ટે આરઓબીમાં રાહદારીઓ માટે ફૂટપાથની સાથે ૬ લેન હશે. જૂના બ્રિજનું રિ-ગર્ડનિંગ કરવામાં આવશે. આનાથી અહીંના ટ્રાફિકની સમસ્યાને ઉકેલી શકાશે. બ્રિજના પાયાનું કામ મોટા ભાગે પૂરું થઇ ગયું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કાકડીને ખાવાની આ છે સાચી રીત… A Simple Guide: What NOT to Offer Lord Shani Most Expensive Celebrity Mangalsutras: Unveiling the Price Tags Baby Raha with Mommy Alia at Kareena Kapoor’s House: Cuteness Overloading