આમચી મુંબઈ

વર્ષા પરના ગણેશોત્સવનું એ વ્યંગચિત્ર થયું સોશિયલ મીડિયા પર વાઈરલ….

મુંબઈઃ રાજ્યમાં ધામધૂમથી ગણેશોત્સવની ઊજવણી કરવામાં આવી અને એમાં પણ મહારાષ્ટ્ર માટે તો આ વખતનો ગણેશોત્સવ ખાસ હતો, કારણ કે અનેક મુશ્કેલી, આફતો, રાજકીય ઉથલપાથલનો સામનો કરીને આખરે રાજ્યમાં એક સુંદર અને ગમે એવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. આ ઉત્સવના મુખ્ય આકર્ષણની વાત કરીએ તો મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના ઘરે પાર પડેલો ગણેશોત્સવ…

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના ઘરે પણ ગણેશ સ્થાપના કરવામાં આવી હતી અને એની નોંધ રાજ્યના લગભગ તમામ રાજકીય પક્ષોએ લીધી. હવે સોશિયલ મીડિયા પર શિવસેનાના ઓફિશિયલ પેજ પરથી આ બાબત પર પ્રકાશ પાડતું એક વ્યંગચિત્ર પણ પોસ્ટ કરવામાં આવ્યું છે. વર્ષા બંગસા પર આ વર્ષે ઉજવાયેલા ગણેશોત્સવમાં ઈર્શાળવાડીના ગામવાસીઓ, વારકરી, આત્મહત્યા કરનારા ખેડૂતોના સંતાનો, મહિલા, ઉદ્યોગપતિઓ, વિદેશી પ્રતિનિધિઓ વગેરે સમાજના વિવિધ વર્ગના લોકોએ હાજરી આપી હતી.


મુખ્ય પ્રધાનનું એવું માનવું છે કે ગણેશોત્સવ એ આનંદનો તહેવાર છે અને તે બધા સાથે ઉજવવો જોઈએ. આ જ વાતને ધ્યાનમાં લઈને તમામ વર્ગના લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. ઈર્શાળવાડી અને આત્મહત્યા કરનારા ખેડૂતોના સંતાનો જ્યારે વર્ષા પહોંચ્યા ત્યારની ક્ષણ એકદમ ભાવુક કરનારી હતી.


દસ દિવસમાં સમાજના તમામ ક્ષેત્રના મહાનુભાનોએ ગણપતિ બાપ્પાના દર્શન કર્યા હતા અને મહારાષ્ટ્રની પ્રગતિ માટે આવતા વર્ષે પણ ફરી એક વખત મુખ્ય પ્રધાનપદ પર એકનાથ શિંદે જ રહે એવી પ્રાર્થના કરી હતી. બધાને એક કરનારી આ ક્ષણ ખરેખર ઘણું બધું કહી જાય છે. કેલાક માણસો અને એમના કામ કાયમ યાદ રહે છે. કદાચિત આ વખતનો ગણેશોત્સવ પણ એમાંથી જ એક ક્ષણ છે, એવું કહેવામાં કંઈ જ ખોટું નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button