આમચી મુંબઈ

રેલવેમાં નોકરીને બહાને લાખોની છેતરપિંડી: મહિલા વિરુદ્ધ ગુનો…

થાણે: રેલવેમાં નોકરી મેળવી આપવાની લાલચે યુવક સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવા પ્રકરણે પોલીસે 42 વર્ષની મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

Also read : સીએસએમટીના બાથરૂમમાં થાણેની ગુજરાતી તરુણીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

કલ્યાણ પોલીસના જણાવ્યા મુજબ ફરિયાદી યુવકને ભારતીય રેલવેમાં હેલ્પર તરીકે નોકરી મેળવી આપવાનું આશ્ર્વાસન આપ્યું હતું અને આ કામ માટે પાંચ લાખ રૂપિયાની માગણી કરી હતી. ત્યાર બાદ ફરિયાદી કલ્યાણની હોટેલમાં મહિલાને મળ્યો હતો અને તેને 3.2 લાખ રૂપિયા એડવાન્સ આપ્યા હતા.

આરોપી મહિલાએ ત્યાર બાદ બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા, જે કેન્દ્ર, રેલવે મંત્રાયલ અને રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ દ્વારા જારી કરાયેલા મૂળ દસ્તાવેજો તરીકે રજૂ કરાયા હતા.

દસ્તાવેજોની બનાવટી હોવાનું જાણવા મળતાં યુવકે મહિલાનો સંપર્ક સાધીને રૂપિયા પાછા માગ્યા હતા. જોકે મહિલા તેને ટાળવા લાગી હતી.

Also read : ફેરિયાઓ પાસેથી હપ્તા લેનારા ધારાવીના ચાર કોન્સ્ટેબલ સસ્પેન્ડ

યુવકે આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે કલ્યાણ પોલીસે બુધવારે મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button