આમચી મુંબઈ

થાણેમાં ખાડી નજીક સૂટકેસમાં મહિલાનો મૃતદેહ મળ્યો…

થાણે: થાણે જિલ્લામાં પલાવા વિસ્તાર નજીક દેસાઇ ખાડીના કિનારે એક સૂટકેસમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મહિલાને બેરહેમીથી મારપીટ કરીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા બાદ તેનો મૃતદેહ સૂટકેસમાં ભરીને અહીં ફેંકી દેવામાં આવ્યો હોવાનું જણાયું હતું.

માનપાડા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સંદીપન શિંદેએ જણાવ્યું હતું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા બાદ આ પ્રકરણે હત્યાનો ગુનો દાખલ કરાયો હતો. મહિલાની ઓળખ મેળવવા માટે પોલીસની ટીમ આસપાસના વિસ્તારોમાં જઇને પૂછપરછ કરી રહી હોઇ પલાવા તથા અન્ય સ્થળના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે.

બીજી તરફ થાણે, મુંબઈ, કલ્યાણ અને ડોંબિવલીમાં કોઇ મહિલાના ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવાઇ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button