
(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણેઃ છેલ્લા થોડા દિવસથી ભાતસા બંધમાં થઈ રહેલી અતિવૃષ્ટિને કારણે થાણે પાલિકાના પિસે પંપિંગ સ્ટેશન પાસેના નદીના પટમાં મોટા પ્રમાણમાં કાદવ, કચરો અને ઝાડની ફાંદીઓ જમા થઈ ગઈ છે. તેથી સતત બે દિવસથી પૂર્ણ ક્ષમતાએ પંપિંગ કરવામાં અવરોધ આવી રહ્યા છે. પાણીના શુદ્ધીકરણ પ્રક્રિયા પર અસર થઈ રહી હોવાથી થાણે શહેરના થનારો પાણીપુરવઠો ઓછો થઈ ગયો છે. થાણેમાં હજી બે દિવસ અપૂરતા પ્રમાણમાં પાણીપુરવઠો થશે. આ સમય દરમ્યાન નાગરિકોને પાણી ઉકાળીને અને કરકસરપૂર્વક વાપરવાની થાણે પાલિકાએ અપીલ કરી છે.