થાણેમાં ટ્રેલર પરના રિગ મશીનમાં લાગી આગ: કોઇ જાનહાનિ નહીં | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

થાણેમાં ટ્રેલર પરના રિગ મશીનમાં લાગી આગ: કોઇ જાનહાનિ નહીં

થાણે: થાણેમાં હાઇવે પર ગુરુવારે ટ્રેલર પરના રિગ મશીનમાં આગ લાગતાં સાધનોને નુકસાન થયું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ યાસીન તડવીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઇને ઇજા થઇ નહોતી.

થાણેના નૌપાડા વિસ્તારમાં ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર મંદિર નજીક ગુરુવારે મળસકે 3.46 વાગ્યે આ ઘટના બની હતી.
ટ્રેલર પરના રિગ મશીનની બેટરી અને ક્ધટ્રોલ પેનલમાં આગ લાગી હતી. આગની જાણ થયા બાદ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલની ટીમ અને અગ્નિશમન દળના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળ આવી પહોંચ્યા હતા અને આગ બુઝાવવાનું શરૂ કર્યું હતું.

રિગ મશીનને ટ્રેલર પર કલ્યાણથી મુંબઈના માહિમ વિસ્તારમાં લઇ જવામાં આવી રહ્યું હતું ત્યારે તેમાં આગ લાગી હતી. પોણા કલાક બાદ આગ બુઝાવવામાં આવી હતી. આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નહોતું.

(પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button