આમચી મુંબઈ

થાણેમાં ત્રણ દિવસ ૩૦ ટકા પાણીકાપ: અનેક વિસ્તારોને થશે અસર

(અમારા પ્રતિનિધિ તરફથી)

થાણે:
થાણે શહેરને પાણીપુરવઠો કરનારા પિસે બંધારામાંથી ટેમઘર વોટર ફિલ્ટરેશન પ્લાન્ટમાં પાણી લાવનારી ૧,૦૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈન કલ્યાણ ફાટા પાસે મહાનગર ગૅસના કામ દરમ્યાન નુકસાન થયું છે. તેથી પાણીપુરવઠા વિભાગ મારફત પાણીની પાઈપલાઈનનું સમારકામ કરવામાં આવવાનું હોવાથી થાણે શહેરના અમુક વિસ્તારોમાં ત્રણ દિવસ માટે ૩૦ ટકા પાણીકાપ રહેશે.

થાણે મહાનગરપાલિકાએ પોતાની યોજના માટે ભાતસા નદી પર પિસે બાંધ બાંધ્યો છે, તેમાંથી પાણી ઊંચકીને તેમાંથી શહેરને પાણી પુરવઠો કરવામાં આવે છે, જે શહેરને કરવામાં આવતા પાણીપુરવઠાનો મોટો સ્રોત ગણાય છે. થાણે શહેરને પાણીપુરવઠો કરનારા પિસે બંધમાંથી ટેમઘર વોટર ફિલ્ટરેશન પ્લાટમાં પાણી લાવનારી ૧,૦૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈનને કલ્યાણ ફાટા પાસે મહાનગર ગૅસના કામ દરમ્યાન નુકસાન થયું હતું. તેથી તાત્કાલિક ધોરણેે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે, છતાં તેને સમય લાગવાનો છે. પાઈપલાઈન જૂન અને કૉંક્રીટ પદ્ધતિની બનેલી હોવાથી સમારકામમાં ત્રણ દિવસનો સમય લાગવાનો છે. તેથી થાણે શહેર તરફ આવનારા પાણીપુરવઠામાં ઘટાડો થયો હોવાથી ત્રણ દિવસ માટે શહેરમાં ૩૦ ટકા પાણીકાપ લાગુ કરવામાં આવ્યો છે. તેથી નાગરિકોને પાણી સંભાળીને વાપરવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો : થાણેમાં સરેરાશ ૫૧ ટકા નાળાસફાઈ પૂરી

થાણે મહાનગરપાલિકા વિસ્તારની લોકસંખ્યા ૨૭ લાખની છે. શહેરને પ્રતિદિન ૬૨૧ મિલ્યન લિટર જેટલા પાણીની આવશ્યકતા છે, તેની સામે શહેરને દરરોજ માત્ર ૫૮૫ મિલ્યન લિટર જેટલો પાણી પુરવઠો થાય છે, જેમાં પાલિકાની પોતાની પાણીપુરવઠા યોજનામાંથી ૨૫૦ મિલ્યન લિટર , મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન તરપથી ૧૩૫ મિલ્યન લિટર, સ્ટેમ કંપની તરફથી ૧૧૫ મિલ્યન લિટર અને મુંબઈ મહાનગરપાલિકા તરફથી ૮૫ મિલ્યન લિટર જેટલો પાણીપુરવઠો કરવામાં આવે છે. છતાં સતત વધી રહેલી થાણે શહેરની વસતીને કારણે શહેરમાં પાણીની અછત નિર્માણ થઈ છે.

મુંબઈ મહાનગરપાલિકા તરફથી શહેરને ૮૫ મિલ્યન લિટર પાણીપુરવઠો થાય છે, તે પાણીનું વિતરણ શહેરના કિસન નગર એક અને બેમાં, વાગલે એસ્ટે, ઈંદિરા નગર, કોપરી, ગાંવદેવી, બાળકુમ અને ઘોડબંદરના અમુક વિસ્તારને થવાનો છે. તો દિવા વિસ્તારમાં એમઆઈડીસી તરફથી પાણીપુરવઠો કરવામાં આવે છે. થાણે પાલિકાનો પોતાના પાણીપુરવઠા યોજનામાંથી થાણે શહેર, કલવા, મુમ્બ્રા અને ઘોડબંદર વિસ્તારને પાણીપુરવઠો કરવામાં આવે છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button