આમચી મુંબઈ

થાણેમાં વાહને સ્કૂટરને અડફેટમાં લેતાં મહિલાનું મોત…

થાણે: થાણેમાં અજાણ્યા વાહને સ્કૂટરને અડફેટમાં લેતાં 21 વર્ષની મહિલાનું મૃત્યુ થયું હતું, એમ ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું.
થાણેના નાગલા બંદર ખાતે શનિવારે રાતના 10 વાગ્યે આ ઘટના બની હતી, જેમાં મૃત્યુ પામેલી મહિલાની ઓળખ ગઝલ તુતેજા તરીકે થઇ હતી.

થાણેના ઘોડબંદર રોડ ખાતે રહેતી ગઝલ સ્કૂટર પર જઇ રહી હતી ત્યારે પાછળી આવી રહેલા વાહને તેના સ્કૂટરને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને તેના મૃતદેહને બાદમાં પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.

કાસારવડવલી પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને અકસ્માત બાદ ફરાર થયેલા વાહનચાલકની શોધ ચલાવાઇ હતી. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »
Back to top button