આમચી મુંબઈ
માર્ગ અકસ્માતમાં મૃત્યુ: લોકઅદાલતે અપાવ્યું ૨.૨ કરોડનું વળતર

થાણે: થાણે જિલ્લાની લોક અદાલતે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારને ૨.૨ કરોડ રૂપિયાનું વળતર અપાવ્યું હતું જે આ વર્ષનું થાણે જિલ્લાનું અત્યાર સુધીનું સૌથી વધુ વળતર છે.
પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ એસ. બી. અગ્રવાલે અરજદારોને મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલ (એમએસીટી)ના સભ્ય એસ. એન. શાહ, ડિસ્ટ્રિક્ટ લિગલ સર્વિસિસ ઓથોરિટી (ડીએલએસએ)ના સેક્રેટરી ઇશ્ર્વર સૂર્યવંશીની હાજરીમાં ચેક સોંપ્યો હતો.
પીડિત પ્રદીપ નાગતિલક (૪૪) ડોંબિવલીમાં તેના મિત્ર સાથે મોટરસાયકલ પર જઇ રહ્યો હતો ત્યારે તેની બાઇક સ્કીડ થઇ ગઇ હતી.
બન્નેને ગંભીર ઇજા પહોંચી હતી. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં પ્રદીપનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
(પીટીઆઇ)