આમચી મુંબઈ

થાણે પ્રોપર્ટી પ્રદર્શન મનપસંદ ઘર ખરીદવા માટે સજ્જ ‘ક્રેડાઈ એમસીએચઆઈ પ્રોપર્ટી-૨૦૨૪’

જિતેન્દ્ર મહેતા

થાણે: રિયલ એસ્ટેટ વ્યવસાયિકો માટે ૨૦૨૩નું વર્ષ ‘રોકિંગ’ સાબિત થયું હતું. આ વર્ષે પણ અર્થવ્યવસ્થાને ગતિ મળી હોવાથી અગાઉ કરતા પણ વધારે વિક્રમી ઘર ખરીદી થવાની સંભાવના છે એવી પ્રતિક્રિયા ક્રેડાઈ એમસીએચઆઈ, થાણેના અધ્યક્ષ જિતેન્દ્ર મહેતાએ વ્યક્ત કરી છે.

થાણે શહેરમાં ગયા વર્ષે ગૂડી પડવાના શુભ મુહૂર્ત પર ૧,૭૨૩ પરિવારોએ નવા ઘરમાં પ્રથમ પગલું માંડ્યું હતું. આ આંકડાકીય માહિતી ક્રેડાઈ એમસીએચઆઈ, થાણે દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે.
ક્રેડાઈ એમસીએચઆઈ, થાણેના પ્રોપર્ટી પ્રદર્શનની વિશ્ર્વાસાર્હતા વધી રહી હોવાથી દર વર્ષે નવો વિક્રમ પ્રસ્થાપિત થાય છે. ગયા વર્ષે પ્રદર્શનના ચાર દિવસ દરમિયાન પૂરા ૨૭ હજાર પરિવારોએ પ્રોપર્ટી – ૨૦૨૩ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. એમાંથી ઘર ખરીદવા ઈચ્છુક મોટાભાગના પરિવારો તેમજ ઈન્વેસ્ટરોએ બાંધકામ સ્થળની મુલાકાત લઈ સર્વે કર્યો હતો. એમાંથી ૧૫૦૦ જણે ઘર તેમજ વ્યવસાયિક જગ્યા નોંધાવી હતી. આ ખરીદદારો માટે પ્રોપર્ટી પ્રદર્શનના માધ્યમમાંથી ઘર માટેનો ઉત્તમ પર્યાય ઉપલબ્ધ થયો હતો.

ક્રેડાઈ એમસીએચઆઈ, થાણે તરફથી દર વર્ષે પારંપરિક પદ્ધતિની સાથે સાથે અવનવી કલ્પના ઉમેરીને પ્રોપર્ટી પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પ્રોપર્ટી પ્રદર્શને ૨૧મા વર્ષમાં પદાર્પણ કર્યું છે. છેલ્લાં ૨૦ વર્ષનો ઈતિહાસ જોતા થાણો શહેરમાં હજારો પરિવારોએ ઘર ખરીદી માટે પ્રોપર્ટી પ્રદર્શનની પસંદગી કરી હતી. આ બાબતે ક્રેડાઈ એમએચઆઈ, થાણેના પદાધિકારીઓ અને સભ્યો ગર્વની લાગણી અનુભવે છે.

થાણેના રિયલ એસ્ટેટ વ્યવસાયની પરંપરા બની ગયેલા ક્રેડાઈ એમસીએચઆઈ, થાણેનું પ્રોપર્ટી પ્રદર્શન – ૨૦૨૪માં નવો વિક્રમ સ્થાપિત કરશે. થાણે પશ્ર્ચિમ વિસ્તારમાં પોખરણ રોડ ક્રમાંક ૧ પર આવેલા રેમન્ડ મેદાનમાં ૧૬થી ૧૯ ફેબ્રુઆરી દરમિયાન આયોજિત આ ઉત્સવમાં સેંકડો પરિવારોના ‘સપનાના ઘર’ હકીકત બની જશે. આ પ્રદર્શનમાં પ્રથમ પંક્તિના બાંધકામ વ્યવસાયિકો દ્વારા સીધા રહેવા જઈ શકો એવા એપાર્ટમેન્ટ, બુકિંગ ઓફર્સ, ગ્રાહકની સગવડ તેમજ બજેટ અનુસાર પૈસા ચુકવણીની સગવડ ઉપલબ્ધ કરવામાં આવશે. પરિણામે ઘર ખરીદવા માટે ગ્રાહકો પાસે અનેક પર્યાય ઉપલબ્ધ હશે. પ્રોપર્ટી પ્રદર્શન પછી કેટલાક અઠવાડિયાઓમાં બાંધકામ કરનારાઓ પાસે બુકિંગ માટે ધસારો થવા લાગશે એવો વિશ્ર્વાસ બાંધકામ વ્યવસાયિકો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…