ભિવંડીમાં ત્રણ બોગસ ડૉક્ટર વિરુદ્ધ ગુનો દાખલ…

થાણે: થાણે જિલ્લામાં બોગસ ડૉક્ટરો વિરુદ્ધ કાર્યવાહી દરમિયાન પોલીસે માન્ય પ્રમાણપત્રો અને લાઇસન્સ વિના તબીબી વ્યવસાય કરનારા ત્રણ જણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
ભિવંડી-નિઝામપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડિકલ ઓફિસર ડૉ. રાજકુમાર શર્માએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આરોપીની ઓળખ ભિમરાવ જ્ઞાનબા કાવડે, મોહંમદ શમીમ સિદ્દીકી અને મોહંમદ અયૂબ મોહંમદ હનીફ તરીકે થઇ હતી, જેઓ ભિવંડીના વિવિધ વિસ્તારમાં ડૉક્ટરના સ્વાંગમાં લોકોની સારવાર કરી રહ્યા હતા.
ત્રણેય આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 318 (4) (છેતરપિંડી) તેમ જ મહારાષ્ટ્ર મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ, 1961ની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરાયો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
ભિવંડી-નિઝામપુર પાલિકા દ્વારા તાજેતરના મહિનામાં સતત ઇન્સ્પેકશન કરવામાં આવી રહ્યું છે જેથી રિજનમાં કાર્યરત આવા બોગસ ડોક્ટરો વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય. (પીટીઆઇ)
આ પણ વાંચો…ભિવંડીમાંથી એક જ દિવસમાં પાંચ છોકરા ગુમ…