ડૉગી પરથી થયેલો વિવાદ હિંસામાં ફેરવાયો: પડોશી ગંભીર જખમી…

થાણે: ડૉગીના કરડવાથી થયેલી ઉગ્ર બોલાચાલી હિંસક હુમલામાં પરિણમી હોવાની ઘટના થાણેના કાપૂરબાવડી વિસ્તારમાં બની હતી. ગુસ્સામાં શ્વાનના માલિકે પડોશીને ક્રિકેટ બૅટથી ફટકારતાં તે ગંભીર રીતે ઘવાયો હતો.
કાપૂરબાવડી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે 14 માર્ચે પાળેલો શ્ર્વાન પડોશના 45 વર્ષના ફરિયાદીને કરડ્યો હતો. આ બાબતે ફરિયાદીએ શ્ર્વાનના માલિકને ચેતવણી આપી હતી. ડૉગીને ક્ધટ્રોલમાં રાખવાનું તેણે કહેતાં શ્વાનનો માલિક વીફર્યો હતો.
આ પણ વાંચો : હજાર રૂપિયા ચોર્યાની શંકા પરથી બે યુવાને સાથીને મારી નાખ્યો
ફરિયાદી અને શ્વાનના માલિક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. રોષમાં આવી આરોપીએ બૅટથી ફરિયાદી પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા ફરિયાદીને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો.
ફરિયાદીએ આ પ્રકરણે પોલીસનો સંપર્ક સાધતાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 118(1) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો. આ પ્રકરણે વધુ તપાસ ચાલી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)