હાશકારો! ઉનાળાની તીવ્ર ગરમીથી બચાવવા થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની પાયલોટ પહેલ | મુંબઈ સમાચાર

હાશકારો! ઉનાળાની તીવ્ર ગરમીથી બચાવવા થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની પાયલોટ પહેલ

(અમારા પ્રતિનિધિ તરફથી)

થાણે:
હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે, તેથી થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને થાણેના ગોખલે રોડથી તીનહાત નાકા તરફ જતા રસ્તા પર પ્રાયોગિક ધોરણે જાળીદાર કવર લગાવ્યું છે જેથી સિગ્નલની રાહ જોતી વખતે વાહનચાલકોને ગરમીનો અનુભવ ન થાય.

આ પહેલ મ્યુનિસિપલ કમિશનર સૌરભ રાવના નિર્દેશો અનુસાર અમલમાં મૂકવામાં આવી રહી છે. ગોખલે રોડ પરની આ જાળી ૧૦૦ ફૂટ લાંબી, ૨૫ ફૂટ પહોળી અને રસ્તાથી લગભગ ૨૦ ફૂટ ઉંચી છે. આ નેટ ડ્રાઇવરોને થોડી રાહત આપશે. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન કેટલીક વધુ જગ્યાએ આવી જાળી લગવાની યોજના ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button