થાણેમાં આચારસંહિતા લાગુ પડયા બાદ ૩,૭૭૮ ગેરકાયદે પોસ્ટર્સ અને બેનરો હટાવ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે મહાનગરપાલિકાની ચૂંટણી માટે આચારસંહિતા અમલમાં આવ્યા બાદ શહેરમાં ઠેક ઠેકાણે લાગેલી જાહેરાત, બેનર અને પોસ્ટર્સ હટાવવાની ઝુંબેશ થાણે મહાનગરપાલિકાના અતિક્રમણ વિભાગે હાથ ધરી છે, જે અંતર્ગત ૧૫ ડિસેમ્બર, ૨૦૨૫ના બપોરના ચાર વાગ્યાથી ૧૮ જાન્યુઆરી, ૨૦૨૫ સુધીના સમયગાળામાં શહેરના કુલ ૩,૭૭૮ પોસ્ટર્સ , દિવાલ પર લાગેલા સ્ટીકર અને બેનર વગેરે દૂર કરવામાં આવ્યા છે.
આપણ વાચો: દેવેન્દ્ર ફડણવીસને આદિત્ય ઠાકરેએ પત્ર લખીને શહેરમાંથી પોસ્ટર્સ હટાવવા શા માટે કહ્યું? જાણો કારણ…
મુંબઈ સહિત થાણે મહાનગરપાલિકાની ૧૫ જાન્યુઆરી, ૨૦૨૬ના ચૂંટણી થવાની છે, તે પાર્શ્ર્વભૂમી પર શહેરમાં લાગુ કરવામાં આવેલી આદર્શ આચારસંહિતાનું સખતાઈપૂર્વક પાલન કરવામાં આવી રહ્યું છે, તે માટે તમામ રાજકીય પક્ષના તથા સ્વતંત્ર રીતે રાજકીય નેતાઓ દ્વારા ગેરકાયદે રીતે લગાવેલા પોસ્ટરો અને બેનરો હટાવવામાં આવી રહ્યા છે.
થાણે શહેરના નવ વોર્ડમાંથી અત્યાર સુધી ૩,૭૭૮ ગેરકાયદે પોસ્ટર્સ, બેનર વગેરે હટાવવામાં આવ્યા છે, જેમાં ૬૩૦ દિવાલ પરના સ્ટીકર, ૮૯૭ પોસ્ટર, ૮૩ કટઆઉટસ ૧,૨૬૬ બેનર અને ૬૦૨ ફ્લેગનો સમાવેશ થાય છે.



