આમચી મુંબઈ

પ્લાસ્ટિક અને ચીની માંજા વિરુદ્ધ થાણે પાલિકાની કાર્યવાહી:

છ દિવસમાં ૫૩,૫૦૦નો દંડ વસૂલ
(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: પતંગ ઉડાવવા માટે વાપરવામાં આવતા ચીની માંજા, ચીની દોરા તેમ જ નાયલોન અને પ્લાસ્ટિક (સિંથેટિક)થી તૈયાર કરવામાં આવેલો કૃત્રિમ માંજો માનવી જીવન, પક્ષી અને પર્યાવરણ માટે જોખમી છે. નેશલન ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ મુજબ થાણે મહાનગરપાલિકાના વિસ્તારમાં આવા માંજાનું ઉત્પાદન તેનું વેચાણ અને તેનો સ્ટોક કરવા તથા તેના વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ પાર્શ્ર્વભૂમિ પર થાણે પાલિકા દ્વારા પ્લાસ્ટિક અને ચીની અને સિંથેટિક માંજા વિરુદ્ધ આકરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત છેલ્લા છ દિવસમાં વોર્ડ સ્તરે કુલ ૮૫૬ એસ્ટાબ્લિશમેન્ટના ઈન્સ્પેકશન કરવામાં આવ્યા હતા અને કુલ ૩૯.૨ કિલો પ્લાસ્ટિક અને ૫.૫ કિલો ચીની માંજો જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી અંતર્ગત કુલ ૫૩,૫૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

ચીની માંજાનું જૈવિક રીતે વિઘટન થતું ન હોવાથી સ્યુએજ લાઈન, નદી અને જળાશયોને નુકસાન થાય છે. તેમ જ જાનવરો જો આ માંજો ગળી જાય તો તેમનું ગૂંગળાઈ જવાથી મૃત્યુ થઈ શકે છે. તેમ જ તે વિદ્યુત વાહક હોવાથી વીજળીના થાંબલા, સબ સ્ટેશન પર અટકી જાય તો વીજખંડિત થવાનો અથવા કોઈ પણ પ્રકારનો અકસ્માત થવાનો ભય છે. તેથી થાણે પાલિકા દ્વારા આસિસ્ટન્ટ કમિશનર સ્તરે વિજિલન્સ ટીમની સ્થાપના કરીને વોર્ડ સ્તરે એસ્ટાબ્લિશમેન્ટની તપાસ કરવામાં આવી રહી છે.

એસ્ટાબ્લિશમેન્ટ ધારક અને નાગરિકોએે પ્રતિબંધિત ચીની માંજો, ચીની દોરો, નાયલોન અથવા પ્લાસ્ટિકના કૃત્રિમ માંજાની ખરીદી અને તેનો ઉપયોગ કરવાનું ટાળવાની અપીલ કરવામાં આવી છે. તેમ જ પોલીસ કંટ્રોલને પણ આ બાબતે સૂચના આપવામાં આવી છે. જો પ્રતિબંધિત માંજાનું વેચાણ અથવા તેનો સ્ટોક કરતા જણાઈ આવે તો નાગરિકોને ૮૬૫૭૮૮૭૧૦૧ ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરવાની અપીલ કરવામાં આવી છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button