આમચી મુંબઈમહારાષ્ટ્ર
થાણેમાં ઈમારતોના પતરા, સૌર ઉર્જાની પૅનલ, મોબાઈલ ટાવર તપાસ થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણેમાં ઈમારતોના ટેરેસ પર લગાડવામાં આવેલા તાત્પૂરતા પતરા, વેધર શેડ, સૌર ઊર્જાની પૅનલ, મોબાઈલ ટાવર તથા બાંધકામ માટે રહેલા ટાવરના ક્રેન વગેરેનું ઈન્સ્પેકશન કરવાનો થાણે પાલિકા કમિશનર સૌરભ રાવે આદેશ આપ્યો છે.
થાણેમાં ગયા અઠવાડિયામાં ઈમારતના ટેરેસના પતરા ઊડીને ફૂટબોલ ગ્રાઉન્ડ પર પડતાં છ બાળકો જખમી થયા હતા.
આ પણ વાંચો: થાણેવાસીઓ જાણી લો Water Supplyને ક્યારે થશે અસર?
તેથી થાણે પાલિકા કમિશનરે થાણેમાં તમામ ઈમારતોમાં પર કાયમી સ્વરૂપે તથા તાત્પૂરતા સમય માટે બેસાડવામાં આવેલા વેધર શેડ, સૌર ઊર્જાની પેનલ, મોબાઈલ ટાવર, બાંધકામ માટે રહેલા ટાવર ક્રેન વગેરે માટે સ્ટેબિલિટી સર્ટિફિકેટ લેવાનો નિદેર્શ આપ્યો છે. તેમ જ પવન કેટલી ઝડપ સહન કરવાની તેની ક્ષમતા છે, તેની માહિતી પણ તાત્કાલિક સ્તરે લેવાનો નિર્દેશ આપ્યો છે.