થાણે પાલિકા એક્શન મોડમાં: ૩૦ ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે મહાનગરપાલિકા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે બાંધકામ ઊભા થઈ ગયા હોવાની ફરિયાદ બાદ પાલિકા પ્રશાસન એક્શન મોડમાં આવી ગયું છે. થાણે પાલિકાની હદમાં આવેલા ગેરકાયદે બાંધકામના સર્વેક્ષણ, તેની તોડી પાડવાની કાર્યવાહી માટે ડેપ્યુટી કમિશનર સ્તરના અધિકારીના નેતૃત્વમાં સ્પેશિયલ એક્શન ટીમની નિમણૂક કરવામાં આવી છે. આ ટીમે અત્યાર સુધી કુલ ૩૦ ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી કરી છે, જેમાં એક જગ્યાએ મહારાષ્ટ્ર રિજનલ એન્ડ ટાઉન પ્લાનિંગ (એમઆરટીપી) એક્ટ અંતર્ગત ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે.
હાઈ કોર્ટે આપેલા નિર્દેશ અનુસાર થાણે પાલિકાના નવ પ્રભાગ સમિતિ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામનો સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે. એ સાથે જ આ વોર્ડમાં બીટ ઈન્સ્પેકટરે કરેલી નોંધ અનુસાર ગેરકાયદે બાંધકામ સામે પગલા લેવામાં આવી રહ્યા છે. પાલિકા કમિશનર સૌરભ રાવના આદેશ બાદ સ્થાપવામાં આવેલી સ્પેશિયલ એક્શન ટીમના ચીફ તરીકે ડેપ્યુટી કમિશનર સહિત એક્ઝિક્યુટિવ એન્જિનિયરની નિમણૂક કરવામાં આવી છે.
આ ટીમને ગેરકાયદે બાંધકામને શોધીને તેમને તોડી પાડવાની કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જે ગેરકાયદે બિલ્ડિંગના બાંધકામ ચાલી રહ્યા છે તેવી આખી બિલ્િંડગને તોડી પાડવામાં આવી રહી છે. અમુક ઠેકાણે વધારાના બાંધકામ, કોલમ ઊભારણી, પ્લિંથના કરવામાં આવેલા કામને પણ તોડવામાં આવી રહ્યા છે.
થાણે પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ થાણેમાં મુખ્યત્વે યેઉર મુંબ્રા, દિવા, વાગળે એસ્ટેટ, નૌપાડા, ઉથળસર, માજીવાડા-માનપાડામાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. દિવામાં ૧૭ બિલ્િંડગમાંથી વધુ બે બિલ્િંડગ તોડી પાડવામાં આવતા અત્યાર સુધી તોડી પાડવામાં આવેલી બિલ્ડિંગની સંખ્યા ૧૩ થઈ ગઈ છે.
બાંધકામને તોડવાની કાર્યવાહી દરમ્યાન સ્થાનિક સ્તરે થતા વિરોધને રોકવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તહેનાત કરવામાં આવી રહ્યો છે. આ અગાઉ આ ઝુંબેશમાં ૩૩ બાંધકામ સામે પગલાં લેવામાં આવ્યા હતા, તેમાં હવે વધુ ૩૦ બાંધકામનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો…ટ્રેનમાં મહિલા પ્રવાસીના દાગીના-રોકડ સહિત 35 લાખની મતા ચોરનારા આરોપીની ધરપકડ…