આમચી મુંબઈ
થાણેમાં મોબાઈલ ટાવરના ઈલેક્ટ્રિક પૅનલમાં આગ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે (પશ્ચિમ)માં ઘોડબંદર રોડ પર પાતલી પાડામાં આવેલા ઈન્દિરા પાડા ટેકર પર આવેલા મોબાઈલ ટાવરના ઈલેક્ટ્રિક સર્વર પેનલમાં શુક્રવારે સવારના ૧૦.૨૫ વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. ઘટના સ્થળે ફાયરબ્રિગેડ સહિત મોબાઈલ કંપનીના અધિકારી, પોલીસ સહિત પાલિકાના ડિઝાસ્ટર કંટ્રોલ મેનેજમેન્ટના કર્મચારી પહોંચી ગયા હતા.
ભારે જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી.જોકે આગમાં ટાવરના પૅનલ બળીને ખાખ થઈ ગયા હતા. સદ્નસીબે આ બનાવમાં કોઈ જખમી થયું નહોતું. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું ન હોવાનું ઘટના સ્થળે હાજર રહેલી પોલીસે જણાવ્યું હતું.



