થાણે મેટ્રો કન્સ્ટ્રક્શન સાઇટ પર બે સળિયા પડતાં કારને નુકસાન: કોન્ટ્રેક્ટર વિરુદ્ધ ગુનો

થાણે: થાણેમાં મેટ્રો કન્સ્ટ્રક્શન સાઇટ પર બે સળિયા ત્યાંથી પસાર થનારી કાર પર પડ્યા હતા, જેમાં કારને નુકસાન થયું હતું. પોલીસે આ પ્રકરણે બેદરકારી બદલ કોન્ટ્રેક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
થાણેના ઘોડબંદર રોડ પર રવિવારે બપોરના આ ઘટના બની હતી, જેમાં કારને નુકસાન થયું હતું. સદનસીબે કોઇને ઇજા પહોંચી નહોતી.
આ પણ વાંચો: કન્સ્ટ્રક્શન સાઈટ્સને બીએમસીની ચીમકીઃ આ નિયમોનો ભંગ કરશો તો આવી બનશે
પ્રથમદર્શી સાઇટ પરના સેફ્ટ મેનેજરે આવી દુર્ઘટના ટાળવા માટે કોઇ સાવચેતી રાખી નહોતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આ ઘટના બાદ કારમાં હાજર વ્યક્તિએ કાબુરબાવડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે કોન્ટ્રેક્ટરના પ્રતિનિધિ પ્રતીક મોહિતે વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ રવામાં આવ્યો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોવાથી હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
(પીટીઆઇ)