થાણેમાં રેલવે પાટા વચ્ચેના ગર્ડરની અંદર ફસાયેલા શખ્સનેે બચાવી લીધો | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

થાણેમાં રેલવે પાટા વચ્ચેના ગર્ડરની અંદર ફસાયેલા શખ્સનેે બચાવી લીધો

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે:
થાણેમાં રવિવારે એક વિચિત્ર દુર્ઘટના બની હતી, જેમાં થાણેમાં રેલવે ટ્રેક પર ચાલતા સમયે એક શખ્સ સામી દિશાથી આવતી લોકલ ટ્રેનથી બચવાના ચક્કરમાં તેનો પગ લપસી જતા તે રેલવેના ગર્ડરમાં ફસાઈ ગયો હતો.

થાણે ડિઝાસ્ટર કંટ્રોલરૂમના ઉચ્ચ અધિકારી યાસીન તડવીએ જણાવ્યું હતું કે રવિવારે સવારના ૯.૨૫ વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો, જેમાં ૩૫થી ૪૦ વર્ષના ઉંમર પ્રકાશ કાંબળે થાણેમાં સિડકો રેલવે બ્રિજ, સિડકો બસ સ્ટોપ નજીક સ્લો રેલવે ટ્રેક પર ચાલી રહ્યો હતો

આપણ વાંચો: નાંદેડમાં ‘વિચિત્ર’ દુર્ઘટનાઃ ટ્રેક્ટર કૂવામાં ખાબકતા આઠનાં મોત, રેસ્ક્યૂ ઓપરેશન જારી

ત્યારે સામેની દિશામાંથી ટ્રેન આવી રહી હતી ત્યારે તેના બચવાના પ્રયાસમાં તેનો પગ લપસી ગયો હતો અને તે સીધો રેલવે ટ્રેક નીચેના ગર્ડરમાં ફસાઈ ગયો હતો.

બનાવની જાણ થતા ઘટના સ્થળે રેલવે પોલીસ સહિત ફાયરબ્રિગેડ પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ તેને બહાર કાઢવામાં આવ્યો હતો. આ દરમ્યાન તેને માથા પર અને પીઠ પર મોટા પ્રમાણમાં ઈજા થતા તેને પાલિકા સંચાલિત કલવામાં આવેલી છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button