લગ્નસમારંભમાં વિવાદ બાદ બે સગીરેશસ્ત્રના ઘા ઝીંકીને યુવકની કરી હત્યા…

થાણે: થાણેના શહાપુર વિસ્તારમાં લગ્નસમારંભમાં થયેલા વિવાદ બાદ બે સગીરે શસ્ત્રના ઘા ઝીંકી 21 વર્ષના યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા બાદ યુવકના મૃતદેહને નદીમાં ફેંકી દેનારા બંને સગીરને પોલીસે તાબામાં લીધા હતા.
શહાપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર ઠાકુરે જણાવ્યું હતું કે કાજગાંવ ખાતે 25 માર્ચે આ ઘટના બની હતી, જેમાં મૃત્યુ પામેલા યુવકની ઓળખ બાળુ વાઘ તરીકે થઇ હતી, જે ટ્રેક્ટર ડ્રાઇવર હતો.
લગ્નસમારંભમાં ડાન્સ કરતી વખતે બાળુ વાઘનો સગીર સાથે વિવાદ થયો હતો, જે બાદમાં ઉગ્ર બન્યો હતો. દરમિયાન સગીરે તેના સાથી સાથે મળી નિર્જન સ્થળે બાળુને આંતર્યો હતો અને તેના પર તેમણે શસ્ત્રના ઘા ઝીંકી દીધા હતા, જેમાં તેનું મૃત્યુ થયું હતું. બાળુના મૃતદેહને તેમણે બાદમાં ભાતસા નદીમાં ફેંકી દીધો હતો.
આપણ વાંચો : દત્તક લીધેલી ચાર વર્ષની પુત્રીની હત્યા કરવા બદલ દંપતીની ધરપકડ…
નદીમાંથી બીજે દિવસે બાળુનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા બાદ પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી હતી અને ગુનામાં સંડોવાયેલા બંને સગીરને તાબામાં લીધા હતા, જેમને બાદમાં ભિવંડીના રિમાન્ડ હોમમાં મોકલી અપાયા હતા. (પીટીઆઇ)