અકસ્માતમાં મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારને 25.78 લાખ વળતર ચૂકવવાનો આદેશ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

અકસ્માતમાં મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારને 25.78 લાખ વળતર ચૂકવવાનો આદેશ

થાણે: થાણે મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) 2020માં નવી મુંબઈમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારને 25.78 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

નવેમ્બર, 2020માં બ્રિજેન્દ્ર લાલ બહાદુર સિંહ નવી મુંબઈના પનવેલમાં નાગઝરી ગામ નજીક મોટરસાઇકલ પર જઇ રહ્યો હતો ત્યારે ટ્રકે તેને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બ્રિજેશનું મૃત્યુ થયું હતું.

આપણ વાંચો: 2019ના અકસ્માતના બે પીડિતને 34 લાખનું વળતર આપવાનો થાણે એમએસીટીનો આદેશ

એમએસીટીના સભ્ય આર.વી. મોહિતેએ પોતાના આદેશમાં જણાવ્યું હતું કે ડ્રાઇવર પૂરપાટ વેગે ટ્રક હંકારી રહ્યો હતો અને તેની બેદરકારીને કારણે આ અકસ્માત થયો હતો.

આ પ્રકરણે નોંધાયેલા એફઆઇઆર, ઘટનાસ્થળનું પંચનામું તથા પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોયા બાદ મોહિતેએ 25.78 લાખના વળતરનો આદેશ આપ્યો હતો.

બ્રિજેશ સિંહન માૃત્યુ સમયે તેનો માસિક પગાર 45 હજાર રૂપિયા હતો, એવો દાવો કરીને તેના પરિવારજનોએ એક કરોડ રૂપિયાના વળતરની માગણી કરી હતી. જોકે એમએસીટી દ્વારા વેતન રજિસ્ટર, અટેન્ડન્ટ રજિસ્ટર અને એપોઇન્ટમેન્ટ લેટર જેવા મુખ્ય દસ્તાવેજોનો અભાવ હોવાનું જણાવીને બ્રિજેશનો પગાર પંદર હજાર રૂપિયા નક્કી કર્યો હતો. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button